InfrastructureNEWSUpdates
60 કલાકમાં જ 120 ફૂટ લાંબો બ્રિજ નિર્માંણ, કાશ્મીરને દેશ સાથે જોડ્યું
જમ્મુ-કાશ્મીરના રામબનમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને 60 કલાકમાં બેલી બ્રિજ બનાવી દીધો છે. આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાથી કાશ્મીરનો દેશ સાથે સંપર્ક તૂટી ગયો હતો. શનિવારે આ બ્રિજનો ટ્રાયલ કરાયો. 120 ફૂટ લાંબા બેલી બ્રિજનું વજન 60 ટન છે. આ પ્રોજેક્ટના ચીફ એન્જિનિયર બ્રિગેડિયર આઈ.કે. જગ્ગીએ જણાવ્યું કે, અમે 14 જાન્યુઆરીએ કામ શરૂ કર્યું હતું અને 16મીએ સાંજે તે પૂરુ કરી દીધું. 10મીએ રિટેનિંગ વૉલ પડી જવાથી તે ક્ષતિગ્રસ્ત થયો હતો. તેના કારણે અહીં ચાર હજાર વાહન ફસાયા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-દિવ્ય ભાસ્કર
5 Comments