સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બીન સલમાને નિયોમ સીટી માટે ધ લાઈન પ્રોજેક્ટ જાહેર કર્યો

3.40 કરોડની વસતી ધરાવતા સાઉદી અરબ દેશના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને 170 કિ.મી. લાંબા ‘ધ લાઈન’ નામનો ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જાહેર કર્યો છે. ત્યારે આવો જાણીએ શું છે ધ લાઈન પ્રોજેક્ટ અને કેવી હશે નિયોમ સીટી.

મહત્વનું છેકે, 500 અબજ ડૉલર (આશરેરૂ. 36.75 લાખ કરોડ)ના ખર્ચે આ પ્રોજેક્ટ હેઠળ ‘નિયોમ’ નામનું શહેર વસાવાશે. આ શહેરમાં 10 લાખ લોકો રહી શકશે. આ શહેર થકી 2030 સુધી 3.80 લાખ નોકરીઓનું સર્જન થશે. આ શહેરના પાયાના માળખાનો ખર્ચ જ 200 અબજ ડૉલર એટલે કે આશરે રૂ. 14.70 લાખ કરોડ આવશે.
આ પ્રોજેક્ટ મુદ્દે ક્રાઉન પ્રિન્સે કહ્યું કે, આપણે એવું કેમ વિચારીએ છીએ કે, પ્રકૃતિને બચાવી રાખીને વિકાસ કેમ ના કરી શકાય. વિકાસ સાથે આપણે પ્રકૃતિને નુકસાન કેમ પહોંચાડીએ છીએ. કાર, રસ્તા અને કાર્બન ઉત્સર્જન નહીં કરતું આ શહેર માનવજાત માટે ક્રાંતિ સમાન હશે. નિયોમમાં એક હાઈટેક જાહેર પરિવહન સિસ્ટમ હશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તેમાં મહત્ત્વની ભૂમિકા હશે !
ટીમ બિલ્ટ ઈન્ડિયા
13 Comments