દેશનો પ્રથમ રેલ્વે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગાંધીનગર કેપિટલ રેલ્વેનું લોકાર્પણ જાન્યુઆરીમાં થવાની સંભાવના
India's first railway redevelop project Gandhinagar Capital railway to be inaugurated in January

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગાંધીનગર રેલ્વે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ યુનિક છે. હાલ તેનું નિર્માંણકાર્ય પૂર્ણતાને આરે છે. જાન્યુઆરી-2021માં તેનું લોકાર્પણ થશે તેવી સંભાવના રહેલી છે. ગુજરાત સરકાર અને કેન્દ્રીય રેલ્વે મંત્રાલય સંયુક્ત ઉપક્રમે કુલ 750 કરોડના ખર્ચે નિર્માંણ પામેલો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ ખરેખર એક અદ્દભૂત વિચાર છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ જાન્યુઆરી-2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.

આ પ્રોજેક્ટની ખાસ વિશિષ્ટતા એ છેકે, રેલ્વે ટ્રેક પર કુલ 35,400 ચો.મીટરમાં ફાઈવ સ્ટાર હોટલ નિર્માંણ કરવામાં આવી છે. જેને મહાત્મા મંદિર સાથે જોડવા આવી છે. તમામ પ્રવાસીઓ સીધા હોટલમાં જઈ શકે તે માટે એક ઓવર બ્રીજનું નિર્માંણ પણ કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ ગુજરાતને ધ્યાનમાં રાખીને, દેશ- વિદેશના ડેલિગેશનો ધ લીલા પેલેસ હોટલથી સીધા મહાત્મા કન્વેન્શનલ હોલમાં જઈ શકે તે માટે અંડર પાસ સબ બે નિર્માંણ કરાયો છે. આ અંડર પાસ સબ વે દ્વારા રેલ્વે પેસેન્જર્સ પણ એક બાજુથી બીજી બાજુએ જશે.

મહત્વનું છેકે, કેન્દ્રીય રેલ્વે મંત્રાલયના રેલ્વે રીડેવલપેમેન્ટ કોર્પોરેશન અંતર્ગત આવનારા દિવસોમાં કુલ 110 રેલ્વે સ્ટેશનોને રીડેવલપ કરવામાં આવશે અને આ તમામ રેલ્વે સ્ટેશનો એરપોર્ટ જેવા ડેવલપ કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.
19 Comments