એલ એન્ડ ટીએ,3ડી ક્રૉક્રિંટ પ્રિન્ટીંગ ટેક્નોલોજીથી ભારતમાં પ્રથમ બિલ્ડિંગ નિર્માંણ કર્યું

કંસ્ટ્રક્શન કંપની એલ એન્ડ ટીએ તમિલનાડુના કાંચિપુરમ્ માં 3ડી ક્રૉક્રિંટ પ્રિન્ટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, ગ્રાઉન્ડ પ્લસ વન બિલ્ડિંગ નિર્માંણ કર્યું છે. આ અંગે એલ એન્ડ ટી કંપની જણાવે છેકે, ભારતમાં 3ડી ક્રૉક્રિંટ પ્રિન્ટિંગ ટેક્નોલોજી દ્વારા ભારતમાં પ્રથમ ઘર નિર્માંણ પામ્યું છે. કંપનીના જણાવ્યાનુસાર, 700 ચો. ફૂટના બિલ્ટ અપ એરિયામાં આ બિલ્ડિંગ નિર્માંણ કર્યું છે. સ્વદેશી રીતે ઉપલબ્ધ નિયમિત બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરીને ક્રૉક્રિટ મિશ્રણથી બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. જેમાં વર્ટીકલ અને હૉરિઝોન્ટ સ્ટીલ બારનો ઉપયોગ કરાયો છે. સંપૂર્ણ બિલ્ડિંગ સ્ટ્રક્ચર સ્વયંસંચાલિત 3ડી પ્રિન્ટિંગનો ઉપયોગ કરીને 106 મુદ્રણ કલાકોની અંદર ખુલ્લા આકાશમાં મકાનને કાસ્ટ કરવામાં આવ્યું છે.
ભારત સરકાર 2022 સુધીમાં દેશભરમાં 60 મિલિયન અર્ફોડેબલ હાઉસિંગ નિર્માંણ કરવા માટે કટિબદ્ધ છે ત્યારે આ પ્રકારની કંસ્ટ્રક્શન ટેક્નોલોજી સહાયરુપ બનશે તેવું એલ એન્ડ ટી કંપનીના સત્તાધીશો જણાવે છે.
ઉલ્લેખનીય છેકે, કંસ્ટ્રક્શન સેક્ટરમાં 3ડી કૉક્રિંટ પ્રિન્ટિંગ ટેક્નોલોજી અંગેના પ્રયોગો વિશ્વભરના કેટલાક દેશોમાં થયા છે. અને કેટલાક દેશોમાં 3 ડી પ્રિન્ટિંગ ટેક્નોલોજી દ્વારા નાના બિલ્ડિંગો પણ નિર્માંણ કરવામાં આવ્યાં છે. એક અંદાજિત મુજબ, વિશ્વમાં આ પ્રકારની ટેક્નોલોજી દ્વારા 20 જેટલા બિલ્ડિંગો નિર્માંણ થયા છે. ત્યારે સૌ કોઈને 3 ડી પ્રિન્ટિંગ ક્રૉક્રિંટ પ્રિન્ટિંગ અંગે જાણવાનું મન થાય તે સ્વાભાવિક છે.
ભારતમાં 3ડી ક્રૉક્રિંટ પ્રિન્ટિંગ ટેક્નોલોજીનો પ્રયોગ બે વર્ષમાં પહેલાં તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં મદ્રાસ આઈઆઈટી દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ, તે અંગે ચર્ચાએ જોર પકડ્યું પરંતુ, હજુ સુધી આ ટેક્નોલોજી કંસ્ટ્રક્શન સેક્ટરમાં સફળ મળી નથી તેવું નિષ્ણાંતોનું માનવું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
16 Comments