આશાવાદ:સિરામિક ટાઈલ્સ ઉદ્યોગનો નફો આ વર્ષે 11 ટકા સુધી વધી શકે
• ગેસના ભાવમાં ઘટાડો-નિકાસની સ્થિર માગને પગલે માર્જિન વધશે
નિકાસની સ્થિર માગ અને ગેસના ઘટતા ભાવને પગલે આ વર્ષે સિરામિક ટાઈલ મેકર્સનો નફાકારકતા વધવાનો આશાવાદ છે. ટાઈલ મેકર્સના કુલ ઉત્પાદન ખર્ચમાં 22 ટકા ખર્ચ ગેસ પાછળ થાય છે. ગેસના ભાવ સપ્ટેમ્બરમાં 30 ટકા સુધી ઘટ્યા છે. ક્રિસિલ દ્રારા રેટેડ 87 કંપનીઓના એનાલિસિસ અનુસાર, હાલ સિરામિક ટાઈલ મેકર્સનુ ટર્નઓવર રૂ. 10,000 કરોડ છે. જે સેક્ટરની આવકોના 25 ટકા છે. આ આંકડાને ધ્યાનમાં લેતાં ચાલુ નાણાકીય વર્ષમાં ઓપરેટિંગ માર્જિન 11 ટકા રહેવાનો સંકેત મળી રહ્યો છે.
નાણાકીય વર્ષ 2015-2020 દરમિયાન સરેરાશ માર્જિનની સમકક્ષ રહેશે. ગત નાણા વર્ષમાં નિકાસ મારફત સેક્ટરની આવકો રૂ. 38,900 કરોડ રહી હતી. આ વર્ષે ઘટવાની શક્યતા છે. અમેરિકા અને યુકેમાં કુલ સિરામિક ટાઈલ નિકાસના 9 ટકા નિકાસ થાય છે. અમેરિકાએ ચાઈનીઝ ટાઈલ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદતા નિકાસ 50% વધવાનો આશાવાદ છે.
લોકડાઉનના લીધે સ્થાનિક આવકો 18% ઘટશે
સિરામિક ટાઈલ્સના સ્થાનિક માર્કેટની આવકો એપ્રિલ-મેમાં લોકડાઉનના લીધે 18 ટકા ઘટવાની શક્યતા છે. સેક્ટરની 65 ટકા આવકો સ્થાનિક માર્કેટમાંથી પ્રાપ્ત થાય છે. સંસ્થાકીય રિયલ એસ્ટેટ તરફથી માગ ઘટતાં વેચાણો 35 ટકા ઘટવાનો અંદાજ ક્રિસિલે રજૂ કર્યો છે. હાલમાં આર્થિક ગતિવિધિઓમાં ઝડપી રિકવરીને પગલે ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં રિટેલ માગ 15 ટકા વધશે.
ટાઈલ્સ-સેનેટરી વેર પ્રોડક્ટની રેન્જનો સપોર્ટ મળશે
કોરોનાને લીધે મર્યાદિત નિકાસ તેમજ સ્થાનિક વેચાણોમાં ઘટાડો રહ્યાં બાદ ફરી ઝડપી ડિમાન્ડ ખુલી છે. સિરામિક ટાઈલ્સની સાથે-સાથે સેનેટરી વેરની પ્રોડક્ટમાં પણ સારી ડિમાન્ડ ખુલી રહી છે. રિયલ એસ્ટેટની ઝડપી રિકવરીનો સપોર્ટ મળવા સાથે ઉત્પાદકો અવનવી અનેક આકર્ષક ડિઝાઇન દ્વારા માર્કેટ હિસ્સો કવર કરી રહ્યાં છે.> સંજય કાર્લા, સીઇઓ, બ્રિલોકા-હિંદવેર
ટીમ બિલ્ટ ઈન્ડિયા સૌજન્ય દિવ્ય ભાસ્કર
13 Comments