NEWS

રાજ્યમાં નવી ફાયર સેફ્ટી નીતિ, ખાનગી ફાયર સેફ્ટી ઓફિસર તૈયાર થશે, NOC ઓનલાઈન મળશે, 26 જાન્યુઆરીથી થશે અમલ

રાજ્યમાં વધી રહેલી આગની દુર્ઘટનાઓ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કહ્યું કે, ડાયરેક્ટર ઓફ ફાયરની પોસ્ટ ઉભી કરાશે. તેમજ ફાયર સર્વિસને વધુ સુદ્ધઢ બનાવવા માટે ચાર ઝોનમાં અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. ફાયર સર્વિસના નવા નિયમોનો 26મી જાન્યુઆરીથી અમલ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલકતને રક્ષણ આપવા ફાયર સેફ્ટી અંગે કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તેમણે રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યિક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફ્ટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે રાજ્ય સરકાર પારદર્શી રીતે ફાયર સેફ્ટી કોપ પોર્ટલ વિકસાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

બિલ્ડિંગની ડિઝાઈનવિકાસ પરવાનગી વખતે ફાયર સેફ્ટીની મંજૂરી લેવી પડશે

1. ફાયર સેફ્ટી ઓફિસર તરીકે યુવા એન્જિનીયરને જરૂરી તાલીમ પછી ફાયર સેફ્ટી ઓફિસર તરીકે ખાનગી પ્રેક્ટિસ માટે સરકાર મંજૂરી આપશે. આથી સ્થાનિક વહીવટી તંત્રમાં ફાયર સેફ્ટી, એનઓસી, રિવ્યુઅલની કામગીરીનું વધુ પડતું ભારણ ઓછું થશે.

2. કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળા-કોલેજ, હોસ્પિટલ, બહુમાળી મકાન, ઓદ્યોગિક એકમોને ફાયર એનઓસી તથા દર છ મહિને રિન્યુઅલ કરાવવાની સેવા ઝડપથી મળશે. એટલું જ નહીં વિના વિલંબે મળશે. મિલકત માલિકો પોતાની પસંદગીના ફાયર સેફ્ટી ઓફિસરની સેવા લઈ શકશે.

3. ફાયર એનઓસી લેવા માટે કચેરીએ ધક્કા ખાવાના રહેશે નહીં. રાજ્ય સરકાર ફાયર સેફ્ટીઓ-ફાયર સેફ્ટી કોમ્પ્લાયન્સ પોર્ટલ વિક્સાવશે. આ પોર્ટલ પરથી સેફ્ટી એનઓસી, રિન્યુઅલ, ઓનલાઈન પેમેન્ટ અને ફાયર સેફ્ટી ઓફિસર સહિતની તમામ માહિતી મળી રહેશે.

4. ઓનલાઈન ભરવાના ફોર્મ, અરજી, પ્રમાણપત્રો બધુ જ સામાન્ય માણસને પણ સમજાય અને જાતે એપ્લાય કરી શકે એ રીતે તેનું સરલીકરણ કરાયું છે. નવા બિલ્ડિંગ માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ 3 વર્ષ માટે માન્ય રહેશે. રિન્યુઅલ સર્ટિફિકેટ 2 વર્ષ માટે માન્ય રહેશે.

5. ડેવલોપરે બાંધકામની પરવાનગી વખતે જ ફાયર સેફ્ટી પ્લાનની મંજૂરી લેવી પડશે. બાંધકામ પૂરું થયા પછી ફાયર સેફ્ટી પ્રમાણપત્ર અને ત્યારપછી અગ્નિશમન વ્યવસ્થા વગેરે ચકાસ્યા પછી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂ થશે. સમયાંતરે ઇન્સ્પેક્શન પણ કરાતું રહેશે.

6. ફાયર સેફ્ટી ઓફિસર જે ફાયર એનઓસી રિન્યૂ કરે તેનું રેન્ડમ ચકાસણી કરશે. પ્રમાણપત્ર આપતા પહેલા બધા જ પેરામીટર ધ્યાનમાં લેવાયા છે કે નહીં તે ચકાસશે. જો તેમાં ચૂક જણાશે તો ફાયર સેફ્ટી ઓફિસરની સાથે બિલ્ડર, કબજેદાર સામે પણ દંડનીય કાર્યવાહી કરાશે.

કોઈ ચૂક થશે તો ફાયર સેફ્ટી ઓફિસર સાથે માલિક કે બિલ્ડર સામે કાર્યવાહી
FSO જે મકાનો-બિલ્ડીંગોનું ફાયર NOC રિન્યુ કરે તેની રેન્ડમ તપાસ ફાયર ઓફિસર કરીને એ સુનિશ્ચિત કરશે કે એ પ્રમાણપત્ર આપતા પહેલાં બધા જ સેફટી પેરામિટર ધ્યાનમાં લેવાયા છે કે નહીં. જો એમાં કોઇ ચૂક થયેલી જણાશે તો ફાયર સેફ્ટી ઓફિસર સાથો સાથ ઓનર બિલ્ડર, કબજેદાર સામે પેનલ્ટી-દંડનીય કાર્યવાહી પણ સરકાર કરશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close