Big StoryGovernmentNEWS

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, નવા સંસદભવનના બિલ્ડિંગનું ભુમિપૂજન કર્યું

PM Naredra Modi to lay foundation stone for new Parliament building on today

861 કરોડના ખર્ચે ત્રિકોણ આકારમાં નિર્માંણ પામનાર નવા સંસદભવન બિલ્ડિંગનું ભુમિપૂજન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું. નવા પાર્લામેન્ટ બિલ્ડિંગનું નિર્માંણ,અંદાજિત 20 હજાર કરોડના ખર્ચે નિર્માંણ પામવા જઈ રહેલો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક હિસ્સો છે. 2022 માં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે તેને ધ્યાનમાં રાખીને, નવા સંસદભવનનું નિર્માંણકાર્ય 2022 સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા આપવામાં આવી છે.

સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત, સેન્ટ્રલ સેક્રેટેરીયલ, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક અને પીએમઓ, વાઈસ પ્રેસિડેન્ટનું કાર્યાલયને નવા રંગરુપ આપવામાં આવશે. નવા સંસદભવન સહિત રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા સુધીના 3 કિ.મીનો સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે. જૂના પાર્લામેન્ટને ઓકેશનલ મીટીંગ અને કામો માટે ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત, પીએમઓ સાઉથ બ્લોકની પાછળના ભાગમાં નિર્માંણ કરવામાં આવશે તો, ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય નોર્થ બ્લોકની પાછળ નિર્માંણ કરવામાં આવશે.

નવા સંસદમાં નીચલું ગૃહ લોકસભા અને ઉપલું ગૃહ રાજ્યસભા અને સેન્ટ્રલ હોલ, આવનારા સમયને ધ્યાનમાં રાખીને, વધતા પ્રતિનિધિઓને આધારે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. નવા સંસદભવનમાં કુલ 900 સંસદસભ્યો બેસી શકશે. એક બેન્ચ પર બે સભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તો, સેન્ટ્રલ હોલમાં જોઈન્ટ સેસન્સમાં 1350 સભ્યો બેસી શકશે. તેમજ સંસદમાં દરેક કેબિનેટ મંત્રીઓની ઓફિસ, બેઠક વ્યવસ્થા, લોજ એરિયા સહિત અનેક પ્રકારની સુવિદ્યાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નવા સંસદનું નિર્માંણ સહિત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું ડીઝાઈન અને મેનેજમેન્ટનું કામ, અમદાવાદની જાણીતી HCP DESIGNને સોપવામાં આવ્યું છે. અને તેનું નિર્માંણ કાર્ય ટાટા પ્રોજેક્ટ લિમિટેડને આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું સંચાલન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમની ગાઈડલાઈન મુજબ ડૉ. બિમલ પટેલ કરી રહ્યા છે. સરકારના જણાવ્યાનુસાર, નવા સંસદ ભવન, નોર્થ પોલ અને સાઉથ પોલમાં આવેલી તમામ ઓફિસોનું કામ 2022 સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા છે. જોકે, સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આવતા કામો 2024 સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા આપવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close