InfrastructureNEWS

શિલજ રેલ્વે ક્રોસિંગ પર ઓપન વેબ ગડર બ્રીજનું નિર્માંણ પૂર્ણતાને આરે,ગણતરીના મહિનામાં થશે લોકાર્પણ.

66 mtr. railway ROB at Shilaj circle in Ahmedabad, which will inaugurate in coming days.

આપ જ્યારે, અમદાવાદના થલતેજ-શિલજ રોડ પરથી સરદાર પટેલ રીંગ રોડ તરફ જતાં હશો, તો આપ સૌને ડાયવર્ઝનનો સામનો કરવો પડતો હશે. કારણ કે, ત્યાં રેલ્વે ROB(Road Over Bridge) ઓપન વેબ ગડર બ્રીજ નિર્માણ પામી રહ્યો છે. હાલ આ બ્રીજનું નિર્માંણકાર્ય પૂર્ણતાને આરે છે. જેથી તેનું લોકાર્પણ આવનારા થોડા મહિનામાં થશે અને લોકોની સુખાકારી માટે ખુલ્લો મૂકવામાં આવશે. ત્યારે આવો જાણીએ કેવી રીતે આ બ્રીજ નિર્માંણ પામ્યો છે અને શું છે તેની વિશિષ્ટતાઓ.

કુલ 66 મીટરની લંબાઈ ધરાવતો ઓપન વેબ ગડર સુપર સ્ટ્રક્ચર ROB બ્રીજ નિર્માંણ પામી રહ્યો છે. આ ROB ઓપન વેબ ગડર બ્રીજની કુલ લંબાઈ 217 ફૂટ છે જ્યારે પહોળાઈ 36 ફૂટ છે જ્યારે ઊંચાઈ 33 ફૂટ છે. આ બ્રીજમાં વપરાયેલા બે ગાળાનું કુલ વજન 920 મેટ્રિક ટન છે. અમદાવાદની જાણીતી કંસ્ટ્રક્શન કંપની અવધૂત પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડે આ બ્રીજનું નિર્માંણ કર્યું છે. અવધૂત પ્રોજેક્ટના ડાયરેક્ટરના જણાવ્યાનુસાર, આ પ્રકારના બ્રીજનું નિર્માંણ કરવું એ ખરેખર પડકારજનક હોય છે, પરંતુ અમે ખૂબ સફળતાપૂર્વક નિર્માંણકાર્ય પૂર્ણ કર્યું છે અને તેનું લોકાર્પણ આવનારા દિવસોમાં થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close