ConstructionConstruction EquipmentInfrastructureNEWSPRODUCTS

કંસ્ટ્રક્શન મશીનરી ક્ષેત્રે પહેલીવાર, JCB India એ CNG થી ચાલતું બેકહો લોડર લોન્ચ કર્યું

JCB India unveils CNG-run backhoe loader

કંસ્ટ્રક્શન સેક્ટર માટે સારા સમાચાર છે. કંસ્ટ્રક્શનમાં નિર્માંણકાર્ય દરમિયાન ખોદાણ કરવા માટે વપરાતું મહત્વ બેકહો લોડર, હવે સીએનજીથી ચાલશે. જેસીબી ઈન્ડિયાએ કંસ્ટ્રક્શન મશીનરીમાં પહેલીવાર સીએનજીથી ચાલતું બેકહો લોડરને લોન્ચ કર્યું છે.
જેસીબી ઈન્ડિયાના એમ.ડી. દીપક શેટ્ટીએ જણાવ્યું છેકે, આ પ્રકારના મશીનનો ઉપયોગ કરવાથી, બાંધકામ ક્ષેત્રે કામ કરનાર કંપનીઓને દર વર્ષ ડીઝલમાં જે ખર્ચ થાય છે, તેમાં 1 લાખ રુપિયાની બચત થઈ શકે છે.આ સાથે જમીનના ખોદાણ દરમિયાન થતા પ્રદૂષણમાં ઘટાડો થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય ડીઝલથી ચાલનાર લોડરની તુલનામાં, સીએનજી લોડરનો ઉપયોગ કરવામાં 4 ટકા વધારે ખર્ચ લાગશે. આ મશીનરીનું નિર્માંણ ફરિદાબાદમાં કરવામાં આવી રહ્યું છે.

કંસ્ટ્રક્શન મશીનરીમાં પહેલીવાર ડ્યૂઅલ ફ્યૂલથી ચાલતા બેકહો લોડરને બજારમાં લાવવામાં આવ્યું છે. જે મશીન ચાલક પોતાની પસંદ મુજબ, ઈંધણમાં બદલાવ કરી શકશે. જેસીબીની મશીનરી પ્રોડક્ટ મોટાભાગે શહેરી વિસ્તારોમાં વપરાય છે. જેથી, સીએનજી મેળવવામાં કોઈ જ મુશ્કેલી પડશે નહીં.

કંપનીના જણાવ્યાનુસાર, આ પ્રકારના મશીનના વપરાશથી વાતાવરણમાં ખોદકામ દરમિયાન નીકળતા કાર્બન ડાયોક્સાઈડમાં 25 ટકાનો ઘટાડો થશે. અને મશીનમાંથી નીકળતા ઘુમાડામાં 90 ટકાનો ઘટાડો થશે. કારણ કે, ખોદકામ લોડર મશીનનો મુખ્ય હિસ્સો છે.
મહત્વનું છેકે, હવે સૌ કોઈ ગ્રીન એનર્જી તરફ વળ્યા છે. પરિણામે, અમારી કંપનીએ ગ્રીન એનર્જીનો વિચાર અપનાવીને આ પ્રકારનું મશીન નિર્માંણ કરવા જઈ રહ્યા છીએ.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close