InfrastructureNEWS

ઓખા-બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ નિર્માંણની કામગીરી પૂરજોસમાં, દરિયાઈ બાજ ક્રેનથી સમુદ્રમાં ઊભા કરાયા 11 પિલર્સ.

4 Lane Signature bridge with 900m long central cable stayed module connecting Okha and Beyt Dwarka

ઓખાથી બેટદ્વારકા સુધીના બ્રિજ માટે રૂ. 900 કરોડનો ખર્ચ થશે
યાત્રાધામ દ્વારકા સહિત અન્ય યાત્રાધામમાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે.ઓખાથી બેટદ્વારકા જવા માટે આજદિન સુધી એકમાત્ર વિકલ્પ ફેરીબોટ છે.પરંતુ હવે ઓખા બેટદ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ બનાવવા લીલી ઝંડી આપી દેવામાં આવી છે.ઓખાથી બેટદ્વારકા 4.5 કિમીના અંતરે ધરાવતા સિગ્નેચર બ્રિજ માટે 900 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવા દરિયાઇ બાજ ક્રેનથી સમુદ્રમાં 11 પિલર ઉભા કરવામાં આવ્યા છે.

બ્રિજ બનતા યાત્રિકો વાહન દ્વારા પણ બેટ દ્વારકા પહોંચી શકશે
દ્વારકાના ઓખાથી બેટદ્વારકા સુધી સમુદ્રમાં દરિયાઇ બાજ ક્રેનથી સમુદ્રના પેટાળમાં 11 પિલર ઉભા કરી સિગ્નેચર બ્રિજનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. કન્સ્ટ્રક્શન કંપનીના 300 જેટલા ઇજનેરની મદદથી બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે. બ્રિજમાં કુલ ત્રણ ગાળા બનાવવામાં આવશે.જેમાં 500 મીટર લંબાઇના અને 200 મીટર લંબાઇના બે સ્પાન બનશે. બ્રિજની ઓખા બાજુની લંબાઇ 1066 મીટર રહેશે. તેમજ બેટદ્વારકા બાજુની 1180 મીટરની લંબાઇ રહેશે.સિગ્નેચર બ્રિજ 27 મીટર પહોળો બનશે આ બ્રિજમાં 2.5 મીટર પહોળા ફુટપાથ બનાવવામાં આવશે. અંદાજીત 4 વર્ષમાં આ કામગીરી પુર્ણ થશે. હાલ સમુદ્રના પેટાળમાં 11 પિલર ઉભા કરી દેવાયા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close