દેશમાં હવે રોડ કંસ્ટ્રક્શનમાં પણ આત્મનિર્ભરતાને તક આપવામાં આવશે-ભારત સરકાર
Major boost to Atmanirbhar Bharat, easier entry for local companies in road projects

કોરોના મહામારી બાદ, ભારત સંપૂર્ણપણે, આત્મનિર્ભર બનવા માટે ગતિશીલ અને કાર્યશીલ છે. જે અંતર્ગત ભારત સરકાર આત્મનિર્ભર અભિયાન ચલાવી રહ્યું છે. જેના નેજા હેઠળ દરેક ક્ષેત્રમાં લોકો આત્મનિર્ભર બને તે માટે ભારત સરકાર કટિબદ્ધ છે. ત્યારે રોડ કંસ્ટ્રક્શન સેક્ટરમાં પણ ભારત સરકાર આત્મનિર્ભરતાને તક આપી રહી છે.

કેન્દ્ર સરકાર, રોડ કંસ્ટ્રક્શનમાં દેશની સ્થાનિક કંપનીઓ વધુને વધુ જોડાય, તે માટે સ્થાનિક કંપનીઓને રોડનાં ટેન્ડર આપવા પર ભાર મૂકવામાં આવશે. સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, હાલ સરકાર રોડ કંસ્ટ્રક્શન પ્રોજેક્ટમાં એન્જીનીયરીંગ, પ્રૉક્યોરમેન્ટ, કંસ્ટ્રક્શન(EPC)મોડ, ફાઈનાન્સ અને તકનિકી માપદંડો જેવી બાબતોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. આ અંગેની જાહેરાત કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી કેટલાક દિવસોમાં કરશે.

ભારત સરકારના માર્ગ પરિવહન રાજમાર્ગ મંત્રાલયના અધિકારીએ ઈકોનોમી ટાઈમ્સને જણાવ્યું હતું કે, માળખાકીય પ્રોજેક્ટના ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે ફાઈનાન્સ અને તકનિકી માપદંડોને ધ્યાને ન લેવા જોઈએ અને હવે સરકાર તેના પર કામ કરવા જઈ રહી છે.
વાર્ષિક ટર્નઓવર આવશ્યકતા, અંદાજિત પ્રોજેક્ટ ખર્ચના 20 ટકાથી ઘટાડીને, 15 ટકા કરી દેવામાં આવી છે. અગાઉ ચલાવવામાં આવતા પ્રોજેક્ટની મૂડી કિંમત, અંદાજિત પ્રોજેક્ટ ખર્ચના 75 ટકા સુધી ઘટાડી દેવામાં આવી છે.

નોંધનીય છેકે, પહેલાં નાણાંકીય ક્ષમતા માપદંડ 1:1 રેશિયો હતો. જેથી, ખૂબ જ ઓછા કૉન્ટ્રાક્ટરો પ્રોજેક્ટ માટે લાયક બનતા હતા.જેથી,સ્પર્ધાનો અભાવને કારણે, કેટલાક પ્રોજેક્ટ નિર્માંણ પામ્યા પહેલાં જ ભાગી પડતા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ઈકોનોમી ટાઈમ્સ.
16 Comments