GovernmentHousingNEWS

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, ગુજરાતના તમામ બિલ્ડરોને એક ઈંચ પણ ખોટું નહીં કરવાની આપી સલાહ

અમદાવાદ ખાતે યોજાયેલી CREDAI Gujaratની Change of Guard Ceremony-2025માં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, ગુજરાતના તમામ રિયલ એસ્ટેટ ડેવલપર્સનેVocal for Localના વડાપ્રધાન મોદીના અભિયાન અંતર્ગત દરેક બિલ્ડિંગોમાં સ્વ ભારતની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાની અપીલ ગુજરાતના તમામ રિયલ એસ્ટેટ ડેવલપર્સને કરી છે. વધુમાં ભુપેન્દ્ર પટેલે રિયલ એસ્ટેટ ડેવપપર્સ દ્વારા નિર્માણ કરવામાં આવતા તમામ પ્રોજેક્ટ ગ્રીન બિલ્ડિંગ કન્સ્પેટ, વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો આગ્રહ કર્યો છે.  

વધુમાં મુખ્યમંત્રીએ જે જમીનની કિંમતોમાં થતા ધરખમ વધારાના મુદ્દે, કહ્યું હતું કે, તકરાર વગર અને ખોટા કામ કર્યા વગર નિર્માણકાર્ય કરવામાં આવે અને 135 ડી ની નોટિસ વગર સીધી એન્ટ્રી પડી જાય તેવો વિચાર બિલ્ડરો સમક્ષ મૂક્યો હતો, તેમાં બિલ્ડરોનો અભિપ્રાય માંગ્યો હતો. આ ઉપરાંત, તેમણે બિલ્ડરોને અપીલ કરી હતી કે, દેશ જ્યારે ગ્લોબલી વિકાસ કરી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં જે પણ બિલ્ડિંગો નિર્માણ થાય તે વૈશ્વિક સ્તરીય બને તેવો ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, જે પણ કરીએ તે નિયમબદ્ધ કરીએ અને  એક ઈંચનું પણ ખોટું કર્યા વગર જ ગ્બોબલી વિકાસ કરવામાં આવે છે તેવી અપીલ બિલ્ડરોને કરી છે.

7 ઓગસ્ટના રોજ યોજાયેલી ક્રેડાઈ ગુજરાતની ચેન્જ ઓફ ગાર્ડ સેરિમની 2025માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેજશ જોશીએ ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે પદભાર સંભાળ્યો હતો. તે સાથે, આલાપ પટેલે, ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રેસિડેન્ટ તરીકે પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે, અમદાવાદ સહિત ગુજરાતભરના અલગ અલગ ક્રેડાઈ ચેપ્ટરમાંથી મોટીસંખ્યામાં બિલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close