જાણીએ- કંસ્ટ્રક્શનના પેરામીટરથી, બીમ ટેક્નોલોજી અને કન્વેંશનલ કંસ્ટ્રક્શનમાં શું તફાવત છે
Feedback over BIM Technology
અમદાવાદના જાણીતા બીમ ટેક્નોલોજીના જાણકાર અને માર્સ પ્લાનિંગ અને એન્જીનીયરીંગ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેષ પટેલ બીમ ટેક્નોલોજી કેવી રીતે કંસ્ટ્રક્શન સેક્ટર માટે લાભદાયી છે. તે અંગે વિગતવાર વાત બિલ્ટ ઈન્ડિયા સાથે કરી હતી. જેમાં તેઓ કહે છેકે, બીમ ટેક્નોલોજીથી આપણે પ્રોજેક્ટનું પ્લાનિંગ અને તેનું મેનેજમેન્ટ પહેલાંથી જ કરી શકીએ છીએ. મહત્વનું છેકે, માર્સ પ્લાનિંગ અને એન્જીનીયરીંગ કંપની ગુજરાત સરકારના મોટાભાગના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ કરે છે. જેમ કે, જલ સે નલ, ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટ સહિત ઘણા પ્રોજેક્ટ પર હાલ સક્રિય રીતે કામ કરે છે.
સામાન્ય રીતે હાલ અમદાવાદ શહેરમાં જે નિર્માંણ પામી રહ્યા છે તે નિર્માંણ કન્વેંશનલ ઢબે બની રહ્યા છે. જેથી, નિર્માંણ દરમિયાન મોટાપાયે સમય લાગે છે સાથે સાથે, તેમાં ખર્ચ વધારે થાય છે તેમજ બિલ્ડિંગ મટેરીયલમાં બગાડ થવાની સંભાવના રહે છે. જેથી, ઘણીવાર સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરી શકાતા નથી. જ્યારે જો, બીમ ટેક્નોલોજી સાથે પ્રોજેક્ટ નિર્માંણ કરવામાં આવે તો, પહેલા દિવસથી પ્રોજેક્ટ કેવી રીતે અને કેવો બનશે.તેમાં કેટલું મટેરીયલ વપરાશે તેમજ તેનું કોસ્ટ શું આવશે આવી તમામ બાબતોની ખબર પડી જાય છે.પરિણામે, સરળતા આખા પ્રોજેક્ટનું બેસ્ટ મેનેજમેન્ટ કરી શકાય છે. અને ટાઈમફ્રેમમાં પ્રોજેક્ટ શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ કરી શકાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments