મુંબઈના નામાંકિત હીરાનંદાની ગ્રુપ અને અમેરિકાના બ્લેકસ્ટોન ગ્રુપ જોઈન્ટ વેન્ચરમાં તમિલનાડુના ચેન્નાઈના ઓરાગડમ્ માં ગ્રીનબેઝ ઈન્ડસ્ટ્રીયલ અને લૉજિસ્ટિક પાર્કમાં 750 કરોડનું રોકાણ કરશે. અને જે અંગેના એમઓયુ તમિલનાડુ સરકાર સાથે કરવામાં આવશે.
આ પ્રોજેક્ટમાં 2.8 મિલિયન સ્કેવર ફૂટ બિલ્ટ અપ એરિયામાં વિવિધ કંપનીઓ માટે મેન્યુફેક્ચરીંગ અને લૉજેસ્ટિક યુનિટ નિર્માંણ કરવામાં આવશે. કુલ 400 એકરમાં 115 એકર જમીનમાં માત્ર ગ્રીન પાર્ક બનાવવામાં આવશે જ્યારે બાકીની જમીનમાં હિરાનંદાનીના પાર્ક સહિત મિક્સ ટાઉનશીપ નિર્માંણ થશે. નોંધનીય છેકે, આ પ્રોજેક્ટ ગ્રીન બિલ્ડિંગ કન્સ્પેટ આધારિત નિર્માંણ પામશે.
હિરાનંદાની ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર નિરંજન હીરાનંદાનીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી, ભારત સરકારના 2025 સુધી 5 ટ્રિલિયન ડૉલરના મિશનને વેગ મળશે અને મોટીસંખ્યામાં રોજગારીની તકો ખુલશે. તમિલનાડુ સરકાર પણ આ પ્રોજેક્ટને વેગ આપવા માટે તમામ પ્રકારની પ્રક્રિયા સરળ અને સુચારુ બનાવવા માટે સહાયરુપ બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા., સૌજન્ય- ધ ઈકોનોમી ટાઈમ્સ
9 Comments