BIM Technology માટે ભારતમાં રહેલી છે મોટી તકો – હિરેન પટેલ, એમડી, આશિર એન્જીનીયરીંગ
BIM Technology
અમદાવાદમાં જાણીતા પ્લમ્બિંગ કન્સલ્ટન્ટ આશિર એન્જીનીયરીંગ કંપની, બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રે, છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત છે. જે બાદ,આશિર એન્જીનીયરીંગ 2015થી બીમ ટેક્નોલોજી કન્સલ્ટન્ટસીમાં સક્રિય છે અને હાલ શહેરના જાણીતા ડેવલપર્સ ગ્રુપ શિવાલિક, ગોયલ, રાજયશ અને સંકલ્પ ઓર્ગેનાઈજરમાં કામ કરે છે. આ સાથે ગુજરાતની નામાંકિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પીએસપી, ટ્રાઈએંગલ અને ઝાયડ્સ સાથે બીમ ટેક્નોલોજી સાથે પ્લમ્બિંગ કન્સલ્ટન્સીનું ટાઈમફ્રેમમાં અને ઉચ્ચ ગુણવતા સાથે પણ કામ કરે છે. ત્યારે જાણીએ, આશિર એન્જીનીયરીંગના મેનેજિંગ ડાયરેક્ટર અને સિવિલ એન્જીનીયર એવા હિરેન પટેલે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન સાથે બીમ ટેક્નોલોજી અંગે કેટલીક સચોટ અને રસપ્રદ વાતો કરી હતી.
શું છે બીમ ટેક્નોલોજી અને શા માટે ?
કંસ્ટ્રક્શન ડીઝાઈન કોમ્યુનિકેશનમાં દિવસે દિવસે અનેક સુધારા થતા હોય જેમાં પહેલા 2ડી પછી,3ડી અને હવે Building Information Modeling (BIM) ટેક્નોલોજી મોડેલ. જે હાલ વિશ્વના દેશોમાં કંસ્ટ્રક્શન ક્ષેત્રે ભરપૂર ઉપયોગ થાય છે.જોકે,ભારતમાં હજુ તો તેની શરુઆત થઈ છે. જેમાં મુંબઈ,હૈદરાબાદ,બેગ્લોર મહાનગરોનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પણ બીમ ટેક્નોલોજી અંગે હવે જાગૃતિ આવી રહી છે અને કેટલાક ડેવલપર્સ ગ્રુપ આ ટેક્નોલોજીથી બિલ્ડિંગ પ્રોજેક્ટ નિર્માંણ કરે છે.બીમ ટેક્નોલોજી એ એક પ્રકારનું પ્રિપ્લાન ડીઝિટલ કંસ્ટ્રક્શન મોડલ છે. જે રીયલ બિલ્ડિંગ પ્રોજેક્ટ જેવું જ ફીલ થાય છે. અને જેમાં નાનામાં નાની ખામી કે ભૂલ શોધી શકાય છે,જેથી કંસ્ટ્રક્શનમાં ભાવિ સમસ્યા આવવાની સંભાવના રહેતી નથી.
સામાન્ય રીતે હાલ ઓટોકેડ કે 3ડીમાં પ્રોજેક્ટ ડીઝાઈન કરવામાં આવે જેથી, ઘણીવાર તેમાં કેટલીક ખામીઓ સર્જાવાની સંભાવના રહેલી છે. તો સામે બીમ ટેક્નોલોજી એક સોફ્ટવેર એપ્લિકેશન છે, જે ડેટા બેઝ કામ કરે છે.જેથી,તેમાં કોઈ એરર રહેવાની સંભાવના રહેતી નથી. બીમ ટેક્નોલોજી, એ પેરામેટ્રિક 3ડી દ્વારા ઓટો જનરેટ પ્રક્રિયામાં પ્લાન સેક્શન, એલિવેશન, ડીટેલિંગ અને શિડ્યૂઅલ નક્કી કરે છે.
બીમ ટેક્નોલોજી એક પ્રકારની ડૉક્યુમેન્ટરી પ્રોસેસ છે, કે જે કોઈ પણ પ્રોજેક્ટની ડીઝાઈન, કંસ્ટ્રક્શન પ્લાનિંગ, કંસ્ટ્રક્શન, ફેસિલીટેડ મેનેજમેન્ટ અને ઓપરેશનલ એક્ટીવીટી નક્કી કરે છે.
બીમ એ એક સર્વગ્રાહી લાભદાયી પ્રક્રિયા છે. જેમાં પ્રોજેક્ટ ઓપરેશનલ વિઝ્યૂલાઈઝેશન, કંસ્ટ્રક્શન એપ્લિકેશન જેમ કે, પ્રોજેક્ટમાં કેટલું મટેરીયલ વપરાશે, શિલ્ડ્યૂલ અને ડીઝાઈન સંકલનનો એક મહત્વનો ભાગ છે.
બીમ ટેક્નોલોજીના ફાયદા
બીમ ટેક્નોલોજીનો મુખ્યત્વે ફાયદો બિલ્ડિંગ પ્રોજેક્ટનું મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ અને પ્લમ્બિંગનું સંકલન કરીને, તેને વિઝ્યૂઅલ કો-ઓડીશન કરે છે. જેથી, આખા પ્રોજેક્ટમાં એમઈપીમાં કોઈ જ ખામી રહેતી નથી. જેનાથી, ભવિષ્યમાં કોઈ જ તોડફોડ કરવાની તક રહેતી નથી.
પહેલાથી જ બિલ્ડિંગમાં આવતી ખામીઓને જાણી શકાય છે જેથી, વાસ્તવિક બિલ્ડિંગ પ્રોજેક્ટ બને તે પહેલાં તેનું સોલ્યૂશન કરી શકાય છે. પરિણામે, સમય અને રુપિયા બચે છે.
બીમ ટેક્નોલોજી કેટલી મોંઘી પડી શકે ?
બીમ ટેક્નોલોજી ફી અંગે હિરેન પટેલ જણાવે છેકે, બીમ ટેક્નોલોજી એક સારી ટેક્નોલોજી છે. જેથી, જો આપણે કરોડો રુપિયાનો પ્રોજેક્ટ નિર્માંણ કરતા હોઈ ત્યારે, તેની સુંદરતા અને તેમાં ભવિષ્યમાં કોઈ જ ખામી ન સર્જાય તેવા ઉમદા હેતુસર આપણે વિચારવું જરુરી છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ પ્રોજેક્ટ 5 લાખ સ્કેવર ફૂટનો હોય તો, તેમાં બીમ સર્વિસ ફી અંદાજિત 6 થી 7 રુપિયા આવી શકે એટલે 30-35 લાખ રુપિયા થાય. નોંધનીય છેકે,આ કોસ્ટમાં આર્કીટેક્ટ અને એમઈપી સર્વિસ મોડેલિંગ ડીઝાઈન કોસ્ટ પણ આવી જાય છે.
બીમ ટેક્નોલોજી વર્તમાનની માંગ છે. હાલ દેશમાં જે રીતે કંસ્ટ્રક્શન ડેવલપમેન્ટ થઈ રહ્યો તે જોતાં, આવનારા સમયમાં બીમ ટેકનોલોજી માટે દેશમાં મોટી તકો રહેલી છે. મહત્વનું છેકે, ગ્રીન બિલ્ડિંગ ક્ષેત્રે પણ બીમ ટેક્નોલોજી સક્રિય બની છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments