DevelopersINTERVIEWNEWS

BIM (Building Information Modeling) Technology અંગે અમદાવાદના ડેવલપર્સનાં મંતવ્યો.

Feedback of Ahmedabad Developers Over BIM (Building Information Modeling) Technology

દેશ સહિત ગુજરાતમાં કંસ્ટ્રક્શન ટેક્નોલોજી ક્ષેત્રે, નવું સર્જન અને અપડેટ જોવા મળી રહ્યું છે. જે વર્તમાન માંગ છે. ત્યારે બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રના બિલ્ટ ઈન્ડિયાએ મેગેઝિન, કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ માટે મહત્વની ગણાતી બીમ ટેક્નોલોજી અંગે અમદાવાદ શહેરના ડેવલપર્સ શું માની રહ્યા છે અને તેઓના મંતવ્યો શું છે તે અંગે જાણવા બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને કેટલાક ડેવલપર્સની રુબરુ મુલાકાત કરી હતી અને તેઓની પ્રતિક્રિયા જાણી હતી. જે અહીં દર્શાવી છે.

અમદાવાદના જાણીતા શિવાલિક ગ્રુપના કો-ફાઉન્ડર અને મેનેજિંગ ડીરેક્ટર તરલ શાહે જણાવ્યું છેકે, બીમ ટેક્નોલોજી એ વર્તમાનની માંગ છે અને આપ જો ગ્રાહકોને સમયમર્યાદામાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળી પ્રોડક્ટ આપવા માંગતા હોય, તો તેમાં બીમ ટેક્નોલોજી સહાયરુપ બનશે. જેથી, શિવાલિક ગ્રુપ બીમ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
દેશમાં વર્તમાનમાં વધી રહેલા આઈકોનિક કંસ્ટ્રક્શન પ્રોજેક્ટને જોતાં, હાલના સમયમાં અને આવનારા સમય માટે કંસ્ટ્રક્શન ક્ષેત્રની નવીન અને અત્યાધુનિક ટેકનિક જેમ કે, AI, Internet of Things (IoT), Smart Machines અને Automation ખૂબ અનિવાર્યતા છે. ફાસ્ટેટેડ અને સફળ કંસ્ટ્રક્શન કંપનીઓ, આ પ્રકારની કંસ્ટ્રક્શન ટેક્નોલોજીને કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવો જોઈએ.તેને સારી રીતે સમજીને તેના ફાયદા પ્રાપ્ત કરે છે અને નવા બિઝનેસ મોડેલને અપનાવે છે.
જૂનાકાળમાં કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ અને હાલની કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝમાં મોટા સુધારા જોવા મળે છે. હાલ વિશ્વના અનેક દેશો કંસ્ટ્રક્શન ટેકનોલોજી અને તેના ડીઝિટલલાઈઝેશન પર કામ કરી રહ્યા છે પરંતુ, હજુ ભારત તેમાંથી અપવાદ છે. બીમ જેવી કંસ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો, સમયનો બચાવ, કાર્યક્ષમતા, કંસ્ટ્રક્શન કૉવાલીટી અને બાંધકામમાં વપરાતા મટેરીયલનો બગાડ અટકાવી શકાય છે.
ભારત પાસે વિશ્વસ્તરીય ટેકનોલોજી ક્ષેત્રે લીડ કરવાની ક્ષમતા છે. બીમ ટેક્નોલોજી એક એવી ટેકનિક છેકે, તેના દ્વારા કોઈ પણ બિલ્ડિંગ કે કંસ્ટ્રક્શન પ્રોજેક્ટને પહેલાંથી જાણી શકાય છે. આ પ્રોજેક્ટમાં કેટલો ખર્ચ આવશે. કેટલો સમય લાગશે, ક્યાં ક્યાં તેની ખામીઓ સર્જાશે આ પ્રકારની તમામ બાબતોને આપણે પહેલાંથી જ જાણી શકીએ છીએ. જેથી, પ્રોજેક્ટ નિર્માંણમાં કોઈ પણ પ્રકારનો બગાડ થતો નથી અને સમય બચે અને સમયમર્યાદામાં ગુણવત્તા સાથે પ્રોજેક્ટને સફળતા પૂર્ણ કરી શકાય છે.

અમદાવાદના જાણીતા અને કમર્શિયલ સેગમેન્ટમાં યુનિક અને પ્રાઈમ લોકેશન પર બિલ્ડિંગ નિર્માંણ કરનાર શિલ્પ ગ્રુપના સીએમડી યશ બ્રહ્મભટ્ટ જણાવે છેકે, બીમ ટેક્નોલોજી સારી છે. પરંતુ, સિંગલ યૂઝ બિલ્ડિંગ જરુરિયાત લાગતી નથી. પરંતુ, આવનારા સમયમાં આ ટેક્નોલોજી ચોક્કસપણે સહાયરુપ બનશે.

અમદાવાદ શહેરના જાણીતા સત્યમેવ ગ્રુપના મેનેજિંગ ડીરેક્ટર કલ્પ પટેલ જણાવે છે કે, બીમ ટેક્નોલોજીથી પ્રોજેક્ટ એક પ્લેટફોર્મ પર આવે છે જેના કારણે, પ્રોજેક્ટનું મેનેજમેન્ટ સારુ થાય છે. સાથે સાથે સમયનો બચાવ થાય છે અને પ્રોજેક્ટમાં થનારી ભૂલોને શોધી શકાય છે.
મલ્ટીપર્પઝ કમર્શિયલ બિલ્ડિંગોમાં આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી, ચોક્કસપણે ફાયદો થાય છે. પ્રોજેક્ટ સ્કેલની તુલનામાં આ ટેક્નોલોજી મોંઘી પણ પડતી નથી. જેથી, સત્યમેવ ગ્રુપ આવનારા સમયમાં બીમ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે તેવું પ્લાનિંગ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close