
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કૉન્ફરન્સ દ્વારા સ્વામિત્વ યોજના ગ્રામિણ ભારત માટે પ્રોપર્ટી કાર્ડનું લોન્ચિંગ કર્યું હતું. જે અંતર્ગત એક લાખ લોકોમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવશે. આ કાર્ડ મોબાઈલ ફોન પર SMS દ્વારા મોકલવામાં આવેલી લિંક દ્વારા ડાઉનલોડ કરી શકાશે. નોંધનીય છેકે, પંચાયતી રાજ મંત્રાલય હેઠળ શરૂ કરાયેલી આ યોજનાથી 6 રાજ્યોના 763 પંચાયતના એક લાખ લોકોને લાભ મળશે. જેમાં ઉત્તરપ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકની બે પંચાયતનો સમાવેશ થાય છે.

શું છે સ્વામિત્વ યોજના ? (SVAMITVA YOJANA)
કેન્દ્ર સરકારની આ યોજના રાષ્ટ્રીય પંચાયતી દિવસ, 24 એપ્રિલ-2020ના રોજ શરુ કરવામાં આવી હતી. સ્વામિત્વ યોજનાનું પુરુ નામ છે (SVAMITVA YOJANA) ‘Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas’ આ યોજના અંતર્ગત દેશના ગ્રામિણ વિસ્તારોમાં લોકોના ઘરનું ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવે છે. જેનાથી એક પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવે છે. આ પ્રોપર્ટી કાર્ડ દ્વારા ગ્રામિણ વિસ્તારમાં રહેતા લોકો પોતાના પ્રોપર્ટી પરથી બેંક લોન અથવા અન્ય સરકારી કામો પણ તે પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ કરી શકે તેવા ઉમદા હેતુસર આ યોજના કેન્દ્ર સરકારે શરુ કરી છે. સ્વામિત્વ યોજનાથી ગ્રામિણ ભારતમાં આવશે બદલાવ અને લાકો બનશે સશક્ત

સ્વામિત્વ યોજનાની હાઈલાઈટસ્
1- દેશના તમામ ગામોમાં લાગુ થશે આ યોજના
2- આગામી ચાર વર્ષમાં કુલ 6.2 લાખ ગામોને કરવામાં આવશે કવર
3- સટીક લેન્ડ રેકોર્ડથી સંપતિ સંબંધિત વિવાદોને દૂર કરવા અને નાણાંકીય સહાય મળે તે માટે
4- ગ્રામિણ વિસ્તારોમાં પ્રોપર્ટીના અધિકારોની સ્પષ્ટતા સુનિશ્વિત કરશે.
5- દેશભરમાં અંદાજિત 300 નિયમિત પ્રાચલન પ્રણાલી સ્ટેશન કરવામાં આવશે સ્થાપના
6- ડ્રોન ટેકનિકથી જમીન કે ઘરોનું કરવામાં આવશે સર્વે અને મેપિંગ
7- સારી સુવિદ્યાઓ માટે ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓનું કરવામાં આવશે આયોજન
શા માટે આ યોજનાની અનિવાર્યતા ?
દેશની કુલ વસ્તીના 60 ટકા લોકો ગ્રામિણ વિસ્તારોમાં રહે છે. પરંતુ, તેમના માલિકીપણા હકના દસ્તાવેજો તેઓ પાસે નથી હોતા જેને કારણે વિવાદો અને કોર્ટ-કચેરીઓ ધક્કા ખાવા પડે છે. અંગ્રેજોના શાસનકાળ મુજબ લેન્ડ રેકોર્ડ છે પરંતુ, હજુ સુધી ઘરોના મેપ પર કોઈ જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું નથી. આ સ્થિતિમાં સુધારો કરવા માટે આ યોજના શરુ કરવામાં આવી છે.

કેવી રીતે આ યોજના કામ કરશે ?
સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામિણ વિસ્તારોમાં આવાસીય જમીનનું માપ ડ્રોન દ્વારા કરવામાં આવશે. ડ્રોન દ્વારા દેશના ગામોની સીમા આવતી તમામ પ્રોપર્ટી ડીઝિટલ મેપ તૈયાર કરવામાં આવશે. આ સાથે દરેક રેવેન્યૂ બ્લોકની સીમા પણ નક્કી કરવામાં આવશે. એટલે કે, કયું ઘર કેટલા કેટલા માપમાં છે, તે ડ્રોન દ્વારા સટિકતાથી માપવામાં આવશે. ગ્રામિણ વિસ્તારોના તમામ ઘરોનું પ્રોપર્ટી કાર્ડ દરેક રાજ્ય સરકારો બનાવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments