Architect-DesignNEWS

આજે “World Architecture Day-2020” પર “A Better Urban Future” થીમ પર ઉજવણી

World Architecture Day-2020

આજે વર્લ્ડ આર્કીટેક્ચર ડે છે. જેના ભાગરુપે, સુંદરતા અને ડીઝાઈન દુનિયાની પર્યાયી એવા વિશ્વભરના આર્કીટેક્ટસ્ અને તેમની આર્કીટેક્ટ ડીઝાઈનને ખૂબ ખૂબ અભિનંદન. દર વર્ષના ઓક્ટોબર મહિનાના પ્રથમ સોમવારે વર્લ્ડ આર્કીટેક્ચર ડેની ઉજવણી કરવામાં આવે છે. આજે 5 ઓક્ટોબર અને સોમવાર છે. જેથી, આજે વિશ્વભરના આર્કીટેક્ટ “World Architecture Day-2020” કરી રહ્યા છે. યુનિયન ઈન્ટરનેશનલ આર્કીટેક્ટે, આ વર્ષે “Housing for All – Toward a Better Urban Future” થીમ પર વિશ્વ આર્કીટેક્ટ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

વિશ્વભરના 3.2 મિલિયન આર્કીટેક્ટ મળીને, 5 ઓક્ટોબર-2020ના રોજ આવનાર વર્લ્ડ આર્કીટેક્ટ ડે પર “Toward a Better Urban Future” થીમ પર ડેની ઉજવણી કરવાનું નક્કી સપ્ટેમ્બર-2020ના રોજ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છેકે, યુઆઈએના પ્રેસિડેન્ટ થોમસ વોનીયરએ ઓક્ટોબરના મહિનાની 5 ઓક્ટોબરના રોજ વિશ્વ આર્કીટેક્ચર દિવસની ઘોષણા કરી હતી. ઈસ. 1985માં યુનિયન ઈન્ટરનેશનલ આર્કીટેક્ટસે દર વર્ષના ઓક્ટોબર મહિનાના પ્રથમ સોમવારના રોજ વર્લ્ડ આર્કીટેક્ચર ડેની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. આ જ દિવસે યુનાઈટેડ નેશન વર્લ્ડ હેબિટેડ ડેની ઉજવણી પણ કરવામાં આવે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close