Big StoryNEWS

સી-પ્લેન : સાબરમતી રિવરફ્રન્ટ પર વૉટર એરોડ્રામ બ્રીજ નિર્માંણની કામગીરી પૂરજોસમાં

Sea Plane bridge is being constructed at Sabarmati Riverfront

31 ઓક્ટોબર-2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની જન્મ જ્યંતીએ કેવડિયા કોલોની આવી રહ્યાં છે. તેઓ સી પ્લેન મારફતે, રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની ઉડાન ભરશે. અને ત્યાં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. જેની પૂર્વતૈયારીઓના ભાગરુપે, હાલ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ જેટી બનાવવામાં આવી રહી છે, જે પાણીની વધ-ઘટ પ્રમાણે ઉપર નીચે થતી રહેશે. આ સાથે જેટી પર જવા માટેનો બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે. તો, બીજી તરફ કેવડિયામાં એક જળાશયમાં વોટર એરોડ્રામ પણ બની રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close