વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અટલ ટનલનું કરશે ઉદ્દઘાટન
Atal Tunnel, Rohtang
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 ઓક્ટોબર-2020ના રોજ સવારે 10 વાગે, 9.02 કિલોમીટર લંબાઈ ધરાવતી વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલનું ઉદ્દઘાટન કરશે. અટલ ટનલ મનાલી કોલાહૌલ સ્પીટી વેલીને જોડી રાખશે. પહેલાં આ વેલી બરફવર્ષાને કારણે, લગભગ 6 મહિના બંધ રહેતી હતી. પરંતુ, હવે બારેમાસ વેલી ચાલુ રહેશે. નોંધનીય છેકે, આ ટનલનું નામ સ્વર્ગીય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના માનમાં અટલ ટનલ રાખવામાં આવ્યું છે.
સમૃદ્ધ સ્તરથી 10 હજાર ફૂટની ઊંચાઈ પર અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી આ ટનલનું નિર્માંણ કરવામાં આવ્યું છે. આ ટનલથી મનાલી અને લેહ વચ્ચે 46 કિલોમીટરનું અંતર ઘટાડશે. જેથી,મનાલીથી લેહ જવામાં જે સમય લાગતો હતો, તેમાં 4 થી 5 કલાક સમયનો બચાવ થશે.
ઘોડાની નાળના આકાર ધરાવતી 8 મીટર સડક માર્ગની સાથે સિંગલ ટ્યૂબ અને ડબલ લેનવાળી ટનલ છે. જેની ઊંચાઈ 5.5 મીટર છે. ટનલની પહોળાઈ 10.5 મીટર છે, ફાયર પ્રૂફ આપાતકાલીન નિકાલની વ્યવસ્થા પણ છે. આ ટનલમાં પ્રતિ કલાકે 80 કિ.મી.ની ઝડપે દરોજ 3000 કાર અને 1500 ટ્રક આવન-જાવન કરશે.
અટલ ટનલમાં સલામતી અને સુરક્ષાની તમામ સુવિદ્યાઓ ઉપલબ્ધ છે. ત્યારે જાણીએ અટલ ટનલની વિશિષ્ટતાઓ.
1 – ટનલના બંને મુખ્ય દ્વાર પ્રવેશ બેરિયર.
2 – તાત્કાલીન દૂરસંચાર કરવા માટે 150 મીટરના અંતરે ટેલિફોનની સુવિદ્યા.
3 – 60 મીટરના અંતર ફાયર સેફ્ટીની સુવિદ્યા.
4 – 250 મીટરના અંતરે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા,જેમાં કોઈ આકસ્મિક ઘટનાની તાત્કાલિક જાણ થાય તેવી સુવિદ્યા ઉપલબ્ધ.
5 – પ્રત્યેક કિલોમીટરના અંતરે, વાયુ ગુણવત્તા પર બાજ નજર
6 – 25 મીટરના અંતરે નિકાસી પ્રકાશની સુવિદ્યા અને તેનો સંકેત.
7 – 50 મીટરના અંતરે ફાયર રેટિડ ડૈમ્પર્સની વ્યવસ્થા.
નોંધનીય છેકે, જ્યારે સ્વર્ગીય અટલ બિહારી વાજપાઈ વડાપ્રધાન હતા ત્યારે, 3 જૂન-2000માં રોહતાંગમાં એક ટનલ નિર્માંણ કરવાનો એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ ટનલના નિર્માંણ માટે ટનલના દક્ષિણ ભાગ પર 26 મે-2002માં આધારશીલા સ્થાપિત કરવામાં આવી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- પીઆઈબી ઈન્ડિયા.
8 Comments