વિશ્વનો સૌથી લાંબો પ્રિકાસ્ટ સેગમેન્ટલ સ્પન કેબલ સ્ટેડ બ્રીજ, પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર
World longest span bridge
શહેરીકરણની સુંદરતા, એ દેશ, રાજ્ય કે શહેરમાં નિર્માંણ પામેલા આઈકોનિક કે યુનિક માળખાકીય વિકાસ અને નવીન બિલ્ડિંગોના નિર્માંણ પર આધારિત છે. ત્યારે આપણે જાણીએ હાઈટેક સીટી હૈદરાબાદમાં લાર્સન એન્ડ ટુર્બો દ્વારા નિર્માંણ પામેલા વર્લ્ડનો સૌથી લાંબો પ્રિકાસ્ટ સેગમેન્ટલ સ્પન ધરાવતો કેબલ સ્ટેટઈટ હેગિંગ બ્રીજને.
નિર્માંણકર્તા કંસ્ટ્રક્શન કંપની લાર્સન એન્ડ ટુર્બોના જણાવ્યાનુસાર, હૈદરાબાદમાં આવેલા દુર્ગગામ-ચેરુવુ કેબલ સ્ટેઈંટ બ્રીજનું તેલંગાણા રાજ્યના શહેરી વિકાસ પ્રધાન કે.ટી રામા રાવે, કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી કિશન રેડ્ડીની ઉપસ્થિતિમાં પ્રજા માટે ખુલ્લો મૂક્યો છે.
વિશ્વના સૌથી લાંબો પ્રિકાસ્ટ સેગમેન્ટલ સ્પન કેબલ સ્ટેડ બ્રીજના નિર્માંણમાં ખાસ કરીને, તેના સ્ટ્રક્ટચરલ અને આર્કીટેક્ટેક્ચરીમાં લાઈટિંગ ડીઝાઈન ખૂબ અદ્દભૂત કરવામાં આવી છે. કુલ 25 પ્રકારની અલગ અલગ લાઈટિંગ થીમ ડીઝાઈન કરવામાં આવી છે. જેથી, આ દિવસોમાં આ બ્રીજ એક પ્રવાસન સ્થળ તરીકે નામાંકિત થશે તો નવાઈ નહીં.
પ્રિકાસ્ટ સેગમેન્ટલ સ્પન કેબલ સ્ટેડ બ્રીજની એક ઝલક
- બ્રીજનું નામ- દુર્ગગામ-ચેરુવુ કેબલ સ્ટેઈંટ બ્રીજ, હૈદરાબાદ
- બ્રીજનું કુલ ખર્ચ- 150 કરોડ
- સ્પનની લંબાઈ- 233. 85 મીટર
- બ્રીજનો કેબલ સ્ટેડ પોર્સન- 435 મીટર લંબાઈ અને 25.8 મીટર પહોળાઈ, જેમાં કુલ 52 કેબલ સ્ટેડ છે.
- 26,000 ક્યૂબિક મીટર ક્રોંક્રિટ થયો છે વપરાશ
- 4800 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ
- 428 મેટ્રિક ટન હાઈ ટેન્સિલ સ્ટીલ
- 287 મેટ્રિક ટન સ્ટેડ કેબલ્સનો ઉપયોગ
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments