કોવિડ-19ની વચ્ચે વર્લ્ડ ટુરીઝમ ડેની ઉજવણી કેવી રીતે કરવી તે પણ મોટો સવાલ છે. ત્યારે UN વર્લ્ડ ટૂરિઝ્મ ઓર્ગેનાઈઝેશન (UNWTO)મુજબ, વર્લ્ડ ટુરીઝમ ડે-2020ની ઉજવણી “પર્યટન અને ગ્રામિણ વિકાસ” કરવાની થીમ પર છે.
આ વર્ષે ટુરીઝમ ડેની ઉજવણી માટે પ્રવાસન ક્ષેત્ર પર આધારિત શહેરો અને ગ્રામિણ વિસ્તારોમાં રહેતા લોકોને રોજગાર આપીને ઉજવણી કરશે. આ સાથે વિશ્વભરમાં રહેલા સાંસ્કૃતિક અને કુદરતી વારસાને જાળવવામાં પ્રવાસનની મહત્વની ઉજવણી રહેલી છે.
ઉલ્લેખનીય છેકે, કોરોના વાઈરસની માર સૌથી વધુ ટૂરિઝ્મ સેક્ટર પર પડી છે. આ વર્ષે વર્લ્ડ ટૂરિઝ્મ ડે માત્ર સંસ્કૃતિ અને વારસાને પ્રોત્સાહિત કરવામાં ટ્રાવેલ સેક્ટરનું મહત્વ દેખાડી રહ્યું છે. આ વર્ષ આ ટૂરિઝ્મ ઈન્ડસ્ટ્રીના ભવિષ્ય પર ફરી વિચારવા માટે પણ પ્રેરિત કરી રહ્યું છે. UN વર્લ્ડ ટૂરિઝ્મ ઓર્ગેનાઈઝેશન (UNWTO)ના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19ના કારણે ટૂરિઝ્મ સાથે જોડાયેલા 100 થી 120 મિલિયમ જોબ્સને સીધી અસર થઈ છે. ટૂરિઝ્મમાં આવેલી નેગેટિવ અસરના કારણે જ UN કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટે ગ્લોબલ જીડીપીમાં 1.5થી 2.8%ના ઘટાડાનો અંદાજ લગાવ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments