દેશની લોકશાહીનું મંદિર એટલે સંસદભવન, હવે કેન્દ્ર સરકાર નવું સંસદભવન નિર્માંણ કરવા જઈ રહી છે. અને નવા સંસદભવનનું નિર્માંણકાર્ય દેશની નામાંકિત ટાટા પ્રોજેક્ટને સોપવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કુલ 861.9 કરોડના ખર્ચે નવા સંસદનું કામ આપવામાં આવ્યું છે. જોકે, કેન્દ્ર સરકારની નોડલ એજન્સી સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટે બાંધકામની કિંમત 940 કરોડ રુપિયા થવાનો અંદાજ લગાવ્યો છે. ઉલ્લેખનીય છેકે, 2022માં દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, જેને ધ્યાનમાં રાખીને, CPWD એ નવા સંસદભવનની સમયમર્યાદા 2022 સુધી રાખવામાં આવી છે. એટલે કે, ટાટા પ્રોજેક્ટે 2022સુધીમાં સંસદનું નિર્માંણ કાર્ય પૂર્ણ કરવાનું રહેશે.
ટાટા પ્રોજેક્ટના પ્રવક્તા જણાવ્યાનુસાર, નવા સંસદભવનનું નિર્માંણ કાર્ય સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ થાય તરત જ શરુ કરી દેવામાં આવશે. અંદાજિત પહેલી ઓક્ટોબરના રોજ સંસદનું કામ શરુ થશે. આ પ્રોજેક્ટ માટે દેશના જાણીતી કુલ સાત કંપનીઓએ ટેન્ટર ભર્યાં હતા. જેમાંથી ટાટા પ્રોજેક્ટને સરકાર આ કામનું જવાબદારી સોપી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments