મહારાષ્ટ્રમાં થાણે સ્થિત ભિવંડીમાં આવેલા પટેલ કંપાઉન્ડ વિસ્તારમાં રાત્રે સાડા ત્રણ વાગ્યે એક ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થયું છે. જેમાં અંદાજિત 10 લોકોના મોત થયા છે અને હજુ 20 થી 25 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. હાલ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે.
મુંબઈમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગ નબળું પડી ગયું હતું. એમાં 21 પરિવાર રહેતા હતા. NDRFની ટીમે સોમવાર સવારે કાટમાળમાંથી એક બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઇમારત ઈ.સ. 1984માં બની હતી. ભિવંડીના મ્યુનિસિપલ કમિશનરના PROએ આઠ લોકોનાં મોતને સમર્થન આપ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- એએનઆઈ ન્યૂઝ એજન્સી
3 Comments