Big StoryNEWS

વડાપ્રધાન મોદીના વતનમાં બનશે, એથેન્સ પછીનું વિશ્વનું બીજું સૌથી મોટું ‘હેરિટેજ મ્યુઝિયમ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિત્તરમો જન્મ દિવસ છે અને તેઓ 71મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વિશ્વભરમાં ભારતની નામના અપાવનારા દેશના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી આજે પણ પોતાના વતન વડનગરનું ઋણ ચૂકવવા સતત પ્રયત્નશીલ છે. વડનગરના વિકાસ થકી કાયાપલટના ડ્રીમ પ્રોજેક્ટ પર નરેન્દ્ર મોદીની યોજનાઓ આકાર લઈ રહી છે. આગામી દિવસોમાં વડનગર જ નહીં, સમગ્ર ગુજરાતને વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત થાય એ માટેના મેગા પ્રોજેક્ટ હવે અમલવારીના આરે છે. વડનગરમાં 200 કરોડના ખર્ચે 7 માળ (લેવલ)નું એક અનોખું હેરિટેજ મ્યુઝિયમ બનશે. આ ઉપરાંત વડનગરની દંતકથા સમાન ગાયિકાઓ તાના-રીરીની યાદમાં એક સંગીત અકાદમી, યોગની એક અનોખી સ્કૂલ શરૂ કરાશે. એટલું જ નહીં, વડનગરને ઉદયપુરની જેમ ગુજરાતની સૌપ્રથમ લેકસિટી પણ બનાવવામાં આવશે.

દેશ-વિદેશથી પ્રવાસીઓ વડનગર આવે એ માટે અહીં વિશ્વકક્ષાનું એક હેરિટેજ મ્યુઝિયમ બની રહ્યું છે. આ માટે જમીન સંપાદનની કામગીરી ચાલુ છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એ માટે રૂ.200 કરોડની ફાળવણી કરાઈ રહી છે. આ હેરિટેજ મ્યુઝિયમ ગ્રીસના એથેન્સના સુપ્રસિદ્ધ એક્રોપોલિસ ‘બિનેથ ધ સર્ફેસ’ એટલે કે જમીનથી અંદરની થીમ પર બનશે, એટલે જ તો એથેન્સ પછીનું આ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું મ્યુઝિયમ બને એ માટેના પ્રયાસો ચાલુ છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એક્સપર્ટ એજન્સીને સાથે રાખીને આ માટે કામ કરી રહી છે. હેરિટેજ મ્યુઝિયમ માટે જમીન સંપાદનની કામગીરી હાથ ધરાઈ રહી છે અને એનું કામ 2021ની શરૂઆતમાં શરૂ થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close