InfrastructureNEWS

જાણો, શા માટે રોડ પર અલગ-અલગ કલરના માઈલસ્ટોન ?

Indian Highways Milestone Colour Codes

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના વેબસાઈટ પર દર્શાવેલા આંકડા મુજબ, દેશમાં કુલ 58,97,671 કિલોમીટર લંબાઈ ધરાવતા રોડ છે. જેમાં 1,32,500 કિ.મી. નેશનલ હાઈવે, 1,56,694 કિ.મી. સ્ટેટ હાઈવે અને અન્ય 56,08,477 કિ.મી. રોડ નિર્માંણ પામેલા છે. તો શું આપ જાણો છો કે, શા માટે આપણા દેશમાં નિર્માંણ પામેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગે, સ્ટેટ હાઈવે, સીટી- જિલ્લા રોડ કે અન્ય ગ્રામિણ વિસ્તારના રોડ પર અલગ-અલગ કલરના માઈલસ્ટોન લગાવવામાં આવે છે. તો, આવો બિલ્ટ ઈન્ડિયા આપને જણાવે છેકે, શા માટે આ પ્રકારના કલર કોડ ?

પીળા રંગનો માઈલસ્ટોન
સરકારના ગાઈડલાઈન મુજબ, જે રોડનું નિર્માંણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે તેને નેશનલ હાઈવે કહેવાય છે અને તેની સારસંભાળ કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગ કરે છે. તેમજ કેન્દ્ર સરકારે નિર્માંણ કરેલા નેશનલ હાઈવે રોડની ઓળખ માટે પીળા રંગનો કલર કોડ લગાવવામાં આવે છે.

લીલા રંગનો માઈલસ્ટોન
હવે, જે રોડ પર લીલા રંગ માઈલસ્ટોન જોવા મળશે તે રોડ સ્ટેટ હાઈવે કહેવાય. એટલે કે, આ રોડનું નિર્માંણ રાજ્ય સરકારે કર્યું છે. જેની સંભાળ રાજ્ય સરકાર કરે છે. જ્યારે આપ રોડ પર લીલા રંગનો માઈલસ્ટોન જૂઓ ત્યારે સમજવું કે, આપ સ્ટેટ હાઈવે પર જઈ રહ્યા છો.

કાળા રંગનો માઈલસ્ટોન
કાળા રંગનો કલર કોડ ધરાવતો રોડ રાજ્યના આંતરિક મોટાં શહેરો અને જિલ્લાઓને જોડે છે. અને આ રોડનું નિર્માંણ જે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થાય છે. એટલે કે, આપ જ્યારે પણ મુસાફરી કરતા હોય ત્યારે હવે થોડું નિરીક્ષણ કરવાનો પ્રયાસ કરજો.

કેસરી રંગ માઈલસ્ટોન
અને છેલ્લે કેસરી રંગ કલર રોડ, ગ્રામિણ વિસ્તારમાં પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત નિર્માંણ પામતા રોડ તેના પર કેસરી રંગના માઈલસ્ટોન લગાવવામાં આવે છે. અને જ્યારે પણ આપ મુસાફરી કરતાં કેસરી રંગના માઈલસ્ટોન પહોંચી ગયા હોય તો સમજવું કે આપ ગ્રામિણ વિસ્તારમાં આવી ગયા છો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close