અમદાવાદની જાણીતી HCP DESIGNના ડાયરેક્ટર ડૉ. બિમલ પટેલે આપેલા પ્રેન્ઝટેશનના આધારે, નવા પાર્લામેન્ટનો આકાર ટ્રાયએંગલ શેપમાં હશે.
શું છે જૂના અને નવા પાર્લામેન્ટનું સિમ્બોલિઝમ ?
વર્તમાન પાર્લામેન્ટના આકારની વાત કરીએ તો, એડવીન લુટેન અને હર્બટ બકેર નામના બે આર્કીટેક્ટે, ભારતનું પ્રાચીન અને હેરીટેજ ચોસઠ યોગીની મંદિરની ડીઝાઈન મુજબ ઈસ. 1912માં પાર્લામેન્ટનું નિર્માંણ કરવામાં આવ્યું હતું. એટલે, હાલ આપણી સંસદને 108 વર્ષ થયા છે. જેથી, અનેક નિષ્ણાંતો અને નેતાઓ દ્વારા જૂના સંસદને રીનોવેશન અથવા તો, નવું નિર્માંણ કરવા અનેકવાર રજૂઆતો થઈ ચૂકી છે.
નવા પાર્લામેન્ટના આકારની વાત કરીએ તો, તેની ડીઝાઈન ત્રિકોણ આકારમાં છે. નવા સંસદના આકાર અંગે બિમલ પટેલે જણાવ્યું છે કે, જ્યાં નવું સંસદ નિર્માંણ થવાનું છે તે, પ્લોટ ત્રિકોણ આકારનો છે. વધુમાં તેમણે જણાવ્યું છેકે, ત્રિકોણ આકારનું મહત્વ છે. નવા સંસદની ઉપર શિખર ચર્ચ અને મંદિરના શિખર જેવું છે કારણ કે, ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને સંસદ તેનું હદય છે જેથી, સંસદભવનને લોકશાહીનું મંદિર કહેવાય છે.
નવા સંસદની કેવી હશે વિન્ડો ડીઝાઈન ?
નવા સંસદમાં નિર્માંણ પામનાર સેન્ટ્રલ હોલની અંદર આપવામાં આવનારી તમામ વિન્ડો અલગ-અલગ સાઈઝની હશે. કારણ કે, ભારત એક વૈવિધ્ય દેશ છે જેમાં અલગ અલગ જાતિ અને અલગ અલગ ધર્મના લોકો રહે છે. જેના કારણે, સંસદમાં ભારતના વૈભવી વૈવિધ્યતાનો આભાર થાય.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments