
ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સૌથી ઊંચું મંદિર મા ઉમિયા માતાનું અને સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, આમ ગુજરાત વિશ્વસ્તરે અંકિત થઈ રહ્યું છે, જે દરેક ભારતીયે ગૌરવ લેવા જેવી વાત છે. ત્યારે આજે અમે તમને જણાવીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અંગે.

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતની આર્થિકનગરી અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલું છે. આ સ્ટેડિયમ કુલ 63 એકર વિશાળ જમીન પર પથરાયેલું છે. તેનું નિર્માંણકાર્ય 2020માં પૂર્ણ થયું છે. કુલ 700 કરોડના ખર્ચે નિર્માંણ પામેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં 1.10 લાખ પ્રેક્ષકો ક્રિકેટને નિહાળી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. ત્યારે આવો નજર કરીએ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની વિશિષ્ટતાઓ પર.

ટીમ બિલ્ટ ઈન્ડિયા
7 Comments