
મધ્યપ્રદેશ સરકારે, કોવિડ-19ને ધ્યાનમાં લઈને રીયલ એસ્ટેટ સેક્ટરને વેગ આપવા શહેરી વિસ્તારોમાં સ્ટેમ્પ ડ્યૂટી સેસ 3 ટકાથી ઘટાડીને 1 ટકો કર્યો છે. આ ઘટાડો 31 ડિસેમ્બર સુધી રહેશે. નોંધનીય છેકે,કોરોના વિશ્વ મહામારીને કારણે સર્જાયેલી આર્થિક અરાજકતાને ધ્યાનમાં રાખીને, એક અઠવાડિયા પહેલાં મહારાષ્ટ્ર સરકારે પણ સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. પરંતુ, હજુ સુધી ગુજરાત સરકારે આ અંગે કોઈ જ નિર્ણય લીધો નથી. જેથી ગુજરાતમાં રાજ્ય સરકાર ક્યારેય ઘટાડો કરશે તેની રાહ જોવાઈ રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments