Bim(Building Information Modeling)Technology કંસ્ટ્રક્શન સેક્ટર માટે બનશે આર્શીવાદરુપ
Bim Technology

આવનારા દિવસોમાં અમદાવાદમાં 70માળના બિલ્ડિંગો નિર્માંણ પામશે, ત્યારે તેની કંસ્ટ્રક્શન કૉવાલીટી સાથે સ્ટ્રક્ટચરલ ડીઝાઈનમાં ધરખમ સુધારો કરવો અનિવાર્ય છે તેવું માર્સ સ્ટ્રક્ચરલ અને એન્જીનીયરીંગના ડાયરેક્ટર શૈલેષ પટેલ જણાવી રહ્યા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને દુબઈ સહિત અનેક દેશોમાં હાઈરાઈઝ બિલ્ડિંગો નિર્માંણ કરવામાં આવે છે, ત્યારે બીમ ટેક્નોલોજી(Bim Technology)થી જ ડીઝાઈન કરીને, તેને નિર્માંણ કરવામાં આવે છે. જો આ ટેક્નોલોજીને ગુજરાતમાં પણ ઉપયોગ કરવામાં આવે તો, કંસ્ટ્રક્શન સેક્ટરમાં એક ક્રાંતિ આવી શકે તેમ છે.

હાલ અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં જે બિલ્ડિંગો નિર્માંણ પામી રહ્યા છે તે કન્વેશનલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નિર્માંણ કરવામાં આવે છે. પરંતુ જો આ તમામ ડેવલપર્સ કે સરકાર પણ પોતાના તમામ પ્રોજેક્ટમાં બીમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બિલ્ડિંગો નિર્માંણ કરે તો કંસ્ટ્રક્શન કોસ્ટ ઓછી આવે સાથે સાથે પહેલાંથી બિલ્ડિંગ કેવું બનશે તેનો ખ્યાલ આવી જાય છે.

શું છે BIM(Building Information Modeling) Technology ?
કંસ્ટ્રક્શન નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, બીમ ટેક્નોલોજી એક પ્રકારનું ડીઝિટલ કંસ્ટ્રક્શન છે, જે રીયલ બિલ્ડિંગ નિર્માંણ પામ્યા પહેલાં એક ડીઝિટલ બિલ્ડિંગ બનાવવામાં આવે છે જેનાથી, આપણું ભાવિ બિલ્ડિંગ કેવું બનશે તેની રગે રગની માહિતી આ ટેકનોલોજી દ્વારા આપણે મેળવી શકીએ છીએ.

બીમ ટેકનોલોજીના ફાયદા
• બીમ ટેક્નોલોજી એટલે કે, એક પ્રકારનું ડીઝિટલ કંસ્ટ્રક્શન, જે રીયલ કંસ્ટ્રક્શન પહેલાં ઓટો કેડ અને ડીઝાઈન નિષ્ણાંતો દ્વારા ડીઝાઈન કરવામાં આવે છે. આ પ્રકારની ટેક્નોલોજીથી ડેવલપર્સ પહેલાંથી બિલ્ડિંગોમાં આવનારી ખામીઓ જાણી શકે છે જેથી, આખું બિલ્ડિંગ એરર ફ્રી બને છે. રીયલ બિલ્ડિંગ નિર્માંણ દરમિયાન જે મટેરીયલ લાવવાનું હોય તે પણ ચોક્કસ પ્રમાણસર ગણતરી મુજબ લાવી શકાય છે, જે આ ટેકનોલોજીને આભારી છે. જેથી, કોઈ જ પ્રકારના મટેરીયલનો બગાડ થતો નથી.

• મલ્ટી પ્રોજેક્ટ નિર્માંણ કરતા ડેવલપર્સ માટે, આ ટેકનોલોજી આર્શીવાદરુપ સાબિત થઈ શકે કારણ કે, એકીસાથે દસથી પણ વધારે પ્રોજેક્ટને પોતાની ઓફિસમાં બેસીને તેનું સંચાલન કરી શકે છે અને તે પણ કોઈપણ પ્રકારની ભૂલ વગર.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments