
ચોમાસા દરમિયાન મોટાભાગના મકાનમાલિકો પાસેથી ઘરની દિવાલો પર, ઘરની બહાર અને અંદરની બાજુ ભેજ લાગવાની ફરિયાદો સાંભળવા મળતી હોય છે. ઘણીવાર, આ પ્રકારના ભેજને કારણે, આપણને ઘરમાં રહેવું પણ ગમતું હોતું નથી. ત્યારે આપણે જાણીએ આવું શા માટે થાય છે અને તેને દૂર કરવા માટે આપણે શું સાવચેતીઓ રાખવી જરુરી છે.

ચોમાસા દરમિયાન દિવાલમાં આવતા ભેજ અટકાવવા માટેના પગલાં
ઘરમાં આપેલા જોઈન્ટ કે દિવાલોમાં પડેલી નાની તિરાડને ચેક કરીને, તેનો ક્રેક ફીલ પુટ્ટીથી સીલ કરો. સામાન્ય રીતે, ઘરની દિવલો અને બારીઓના જોડાણમાંથી તિરાડ પડવાની શરુઆત થતી હોય છે. આ પ્રકારે દિવાલમાં પડતી તિરાડો લાંબા ગાળે બિલ્ડિંગને નુકસાન કરે છે. જેથી, ચોમાસાની શરુઆત પહેલાં જ આખી બિલ્ડિંગને પ્લાસ્ટર કરાવીને પેન્ટ કરાવવું જરુરી છે.
બિલ્ડિંગની બાહ્ય દિવાલોને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વૉટરપ્રૂફિંગ કલર્સ વડે પેઈન્ટ કરાવી જોઈએ. જેથી, ચોમાસા દરમિયાન આવતાં વરસાદી પાણીનો અવરોધ તરીકે કામ કરીને, આપણા ઘરની દિવાલોનું રક્ષણ કરે છે. જેટલું દિવાલોનું વૉટરપ્રૂફિંગ જરુરી છે તેટલું જ છતનું વૉટરપ્રૂફિંગ કરાવવું અનિવાર્ય છે.

દિવાલોમાં શા માટે આવે છે ભેજ ?
સામાન્ય રીતે, આપણે પાણીની પાઈપો દિવાલમાં બંધ કરીએ છીએ, તેથી, ઘણીવાર આવી અરોધકરુપ પાણીની પાઈપો પણ દિવાલના ભેજ માટે કારણભૂત બની શકે છે.
જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે, ઘણીવાર ધાબા પર યોગ્ય સમતલ સપાટી ન હોય અથવા તો, પાણી જવાનો ઢાળ યોગ્ય ન હોય તો પણ લાંબાગાળે દિવાલોમાં ભેજ લાગતો હોય છે.
ઘણીવાર જ્યારે ફાઉન્ડેશન દરમિયાન કેટલીક ખામીઓને કારણે, ભેજનું પ્રમાણ બિલ્ડિંગ નિર્માંણના ત્રણ કે ચાર વર્ષ બાદ, જ્યાં બાથરુમ કે ટાઈલેટ હોય ત્યાં ભેજ લાગતો જોવા મળે છે. જેમાં પણ કેટલીકવાર નિર્માંણની ખામી રહેતી હોય છે. આ ખામીઓ પણ આપણે દૂર કરી શકીએ છીએ. અવરોધિત ડ્રેનેજ પાઈપોને કારણે કે, પાણીનો અવરોધ થવાથી પણ દિવાલોમાં ભેજ આવતો હોય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
15 Comments