શહેરી વિસ્તારોમાં જેટલા વૃક્ષો કપાય છે, તેની તુલનામાં તેટલાં વૃક્ષો વવાતાં નથી. પરિણામે, પર્યાવરણનું સમતુલન ખોરવાય છે. જેથી, આપણે સૌએ પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કરવું જોઈએ, જે આપણા અને આપણી ભાવિ માટે આર્શીવાદરુપ સાબિત થશે. ત્યારે આવા ઉમદા વિચારો સાથે, ગુજરાતના સિવિલ એન્જિનીયર્સ અને આર્કીટેક્ટસની સંસ્થા GICEA, દર વર્ષે વૃક્ષારોપણમાં પહેલ કરે છે. જે અંતર્ગત આવતીકાલે અમદાવાદના ફાસ્ટેડ ગ્રોઈંગ એરિયા બોપલમાં લીમડાના વૃક્ષો વાવવામાં આવશે અને પર્યાવરણ જતનમાં ભાગીદાર બનશે.
GICEAના વાઈસ પ્રેસિડેન્ટ હરેશ પરીખના જણાવ્યાનુસાર, બોપલમાં આવેલી કેનાલના કિનારે ગયા વર્ષે, BOPAL ONE NEEM VAN અંતર્ગત અંદાજિત પાંચસો જેટલા લીમડાનાં વૃક્ષો વાવ્યાં હતા. પરંતુ, તેમાંથી કેટલાક વૃક્ષો બળી ગયા છે જેથી, આવતીકાલે અમારી સંસ્થાના સભ્યોએ, ફરીથી વૃક્ષો ત્યાં વૃક્ષો વાવવા માટેનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેથી,આવતીકાલે સવારે દસ વાગે બોપલમાં લીમડાનાં વૃક્ષો વાવવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે, GICEAના પૂર્વ પ્રમુખ અને સન બિલ્ડર્સના મેનેજિંગ ડીરેક્ટર એન. કે પટેલ અને વર્તમાન પ્રમુખ કે.સી. પટેલ સહિત GICEAના સભ્યોનું સ્વપ્ન છેકે, બોપલમાં લીમડાં વૃક્ષો મોટીસંખ્યામાં હોવાં જોઈએ જે માટે સંસ્થા અને તેના સભ્યો સક્રિય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments