દેશમાં ફૂડ સેક્ટર મોખરે માનવામાં આવે છે. જેથી,ફૂડ સેક્ટરને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સબસીડી આપે છે. ત્યારે જાણીએ ગુજરાતના એક યુવા ઉદ્યોગ સાહસિક કૃણાલ પટેલે નિર્માંણ કરેલા સ્પેશિયલ ફણીધર મેગા ફૂડ પાર્કને.
ફણીધર મેગા ફૂડ પાર્કના સ્થાપક અને ડાયરેક્ટર કૃણાલ પટેલ જણાવે છેકે, ફણીધર મેગા ફૂડ પાર્ક, ખેડૂતના કલ્યાણ અને ફૂડ સેક્ટર વચ્ચે સંકલન કરીને, બંનેના હિતોનું સેતુ માટે નિર્માંણ કરવામાં આવ્યો છે. આ ફૂડ પાર્ક અંતર્ગત અમે “Khet Se Bazaar Tak”નો કન્સ્પેટ લઈને કામ કરી રહ્યા છે.
મહેસાણાના જોટાણા તાલુકાના મુદરડા ગામમાં 52 એકર વિશાળ જમીન પર આકાર પામી રહેલા ફણીધર મેગા ફૂડ પાર્કમાં 2200-2400થી 7000 સ્કેવર યાર્ડ ધરાવતા ફૂડ ઈન્ડસ્ટ્રીઝ માટે પ્લોટ આપવામાં આવી રહ્યા છે. જેમાં ફૂડ પ્રોસેસિંગ અને સપ્લાઈ ચેન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કલેક્શન સેન્ટર, પ્રાઈમરી પ્રોસેસિંગ સેન્ટર, પ્રોસેસિંગ સેન્ટર, કોલ્ડ ચેન લૉજેસ્ટિક સહિત કુલ 39 વેલ મેનેજ પ્લોટ ડેવલપ કરવામાં આવી રહ્યા છે. ફ્રોજન્સ સ્ટોર, IQF
( Individually Quick Frozen ) લાઈન, પોટેટો ફ્લેક્ષ લાઈન (PLF) , પ્રોકડક્ટ રિસર્ચ અને લેબ છે. તેમજ મેડિકલ, બેંક, એટીએમ, રહેવા માટેની સુવિદ્યાઓ, મેનેજેરીયલ રુમ, કોમન ઈટીપી છે. ગ્રીન પાર્ક ગેસ કનેકશન, રોડ, લાઈટિંગ, વોટર કનેક્ટેવીટી, આ રીતે સંપૂર્ણ સુવિદ્યાઓ ફણીધર ફૂડ પાર્કમાં આપવામાં આવે છે.
કંપનીની ટેગલાઈન “Khet Se Bazaar Tak” મુજબ જ અમે કામ કરી રહ્યા છીએ. જે અંતર્ગત,અમારા ફૂડ પાર્કમાં ખેડૂત પોતાનો પાક લઈને આવે, અને સીધો કંપનીને વેચી શકે. જેથી, તેને યોગ્ય અને ઊંચી કિંમત મળે. તો સામે ફૂડ પ્રોસેસિંગ કંપનીઓને ગુણવત્તાવાળો કાચો માલ મળે. ફૂડ પ્રોસેસિંગ કંપનીઓએ તૈયાર કરેલી પ્રોડક્ટને ગ્રાહક સુધી એટલે કે, બજાર સુધી પહોચાડવવા ફણીધર મેગા ફૂડ પાર્ક દ્વારા સર્વિસ આપવામાં આવે છે. કંપનીઓએ મેન્યુફેક્ચરીંગ કરેલા માલનો સ્ટોક કરવા માટે કોલ્ડ સ્ટોરેજ,લૉજેસ્ટિક અને વેરહાઉસ જેવી ઈન્ટરનલ એમિનિટિજ્ આપવામાં આવે છે.
આ પાર્ક દ્વારા ખેડૂત પાકને સીધો કંપનીઓને વેચી શકશે. આ રીતે ખેડૂત સીધો ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ સાથે જોડાય છે. પરિણામે, ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિયાન ડબલિંગ ફાર્મર ઈન્કમને ફણીધર મેગા ફૂડ પાર્ક દ્વારા પૂર્ણ કરવા જઈ રહ્યું છે. જેમાં સરકારનો પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે. કારણ કે, અમારા પાર્કમાં જે કંપનીઓ જાડાય છે તેમને સરકાર તરફથી કૃષિ અને ફૂડ પ્રોસેસિંગને લગતી તમામ સબસીડી અને ફાયદાઓ મળશે.
ફણીધર મેગા ફૂડ પાર્કના ડાયરેક્ટર કૃણાલ પટેલ જણાવે છેકે, ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકો પોતાના વ્યવસાયને વેગ આપી શકે તે માટે ફણીધર મેગા ફૂડ પાર્કનું મેનેજમેન્ટ સક્રિય છે. તેઓ જણાવે છેકે, અમારી ફૂડ પાર્ક જે કંપનીઓ કે ઉદ્યોગ સાહસિકો પ્લોટ ખરીદે તો, તેમાં કેન્દ્ર સરકારની 5 કરોડ અને રાજ્ય સરકાર તરફથી 50 લાખની સબસીડી મળે છે. તેમજ લોન વ્યાજમાં 7.5 ટકા અથવા 1.50 કરોડ સુધી વ્યાજમાં સહાય મળે છે. આ ઉપરાંત,સરકાર દ્વારા લેવાતી સ્ટેમ્પ ડ્યૂટી અને પાવર ડ્યટી સંપૂર્ણપણે માફ કરવામાં આવે છે.
હાલ અમારા પાર્ક સાથે ગુજરાતના 25 હજાર ખેડૂતો જોડાયા છે. જે અંતર્ગત, ફાર્મર અપલિફટિંગ અભિયાન,અમારા પાર્કમાં જોડાવવા માટે કિસાન ઉન્નિત કાર્ડ પણ આપવામાં આવે છે. આ કાર્ડ દ્વારા ખેડૂતોને અમે 2 લાખનો વીમો પણ આપીએ છીએ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
7 Comments