Big StoryNEWS

અમદાવાદ-મહેસાણા હાઈવે પરના ધાનોટમાં Arise Groupનો આવી રહ્યો છે ઈન્ડસ્ટ્રીયલ પાર્ક

Arise Industrial Park, Ahmedabad-Mahesana Highway

ગુજરાતનો ઔદ્યોગિક વિકાસને જોતાં, હવે ડેવલપર્સ રેસિડેન્શિયલ કે કમર્શિયલ સિવાય ઈન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં લૉજેસ્ટિક અને ઈન્ડસ્ટ્રીયલ પાર્ક નિર્માણ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના જાણીતા અરાઈઝ ડેવલપર્સ ગ્રુપ, અમદાવાદ-મહેસાણા હાઈવે પર આવેલા ધાનોટમાં અરાઈઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક નિમાર્ણ કરવા જઈ રહ્યું છે. ધાનોટ, અમદાવાદ-મહેસાણા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-8 પર આવેલું છે. જેથી, આ ધોરીમાર્ગ પર આવેલા શહેરોમાં ઔદ્યોગિક વિકાસ સારો થયો છે.અરાઈઝ ગ્રુપના ડાયરેક્ટર અમિત પટેલના જણાવ્યાનુસાર, અમારા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં વીજળી, પાણી, પાર્કિંગ, ગ્રીન કોમન એરિયા, કેફેએરિયા અને 18 તથા 12 મીટરના પહોળા આરસીસી રોડ આપી રહ્યા છીએ. આ રીતે ઉદ્યોગ સ્ટાર્ટ અપ માટે જે સુવિદ્યા અને વસ્તુની અનિવાર્ય પડે તે તમામ સુવિદ્યાઓ અહીં આપવામાં આવી રહી છે. ઉલ્લેધનીય છેકે, ભારત સરકાર દેશનો ઔદ્યોગિક સાધવા દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર અંતર્ગત ધોલેરા સર, બેચરાજી ઈન્ડસ્ટ્રીયલ ડેવલપેમેન્ટ, સાણંદ જીઆઈડીસી વગેરેને ડેવલપ કરી રહ્યું છે. ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસનું એન્જિન છે. ત્યારે, કોરોના બાદ, સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં લઈને, ગુજરાત સરકારે આત્મનિર્ભર અભિયાન અંતર્ગત નવી ઈન્ડસ્ટ્રીયલ પોલીસી પણ જાહેર કરી છે. જેમાં ગુજરાતના નાના-મધ્યમ ઉદ્યોગોને વેગ મળે અને યુવા ઉદ્યોગ સાહસિકો વધુને વધુ આત્મનિર્ભર બને તેવી જોગવાઈઓ કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
Close