આવો નિહાળો, પ્રાચીન સિદ્ધપુરની અદ્દભૂત હેવલીઓની બારીઓની કલાકૃતિને
Heritage Architecture, Siddhpur, Gujarat.
આપે આર્કીટેક્ચરી અલગ અલગ પ્રકારની જોઈ હશે. પરંતુ, શું પ્રાચીન શહેર સિદ્ધપુરની હવેલીઓની કલાકૃતિઓ નિહાળી છે ? કદાચ ન જોઈ હોય તો અમે તમને બતાવીએ કેવી છે, પ્રાચીન શહેર સિદ્ધપુરની દાઉદી બ્હોરા લોકોની હવેલીઓના બાહ્ય મિનારા અને બારીઓની અદ્દભૂત કલાકૃતિ.
માતૃતર્પણ માટે દેશભરમાં પ્રખ્યાત એવું સિદ્ધપુર, સરસ્વતી નદીના કિનારે વસેલું અદ્દભૂત અને પ્રાચીન શહેર છે. જ્યાં રાજા જયસિંહે નિર્માંણ કરેલા રુદ્રમહેલ પણ જાણીતો છે. ત્યારે આજે અહીં અમે વાત કરીએ છીએ. સિદ્ધપુરમાં દાઉદી બ્હારા સમૂદાયની હવેલીઓની. આ સમૂદાયના લોકોની હવેલીઓની કોતરણીકામ અને કલાકૃતિનો જોટો દુનિયામાં મળવો અગરો છે. તેમાં પણ ખાસ એવું છેકે, એક હવેલી એવી છેકે, જેમાં કુલ 365 બારીઓ આવેલી છે. અને તમામ બારીઓ પર અદ્દભૂત કોતરણી કામ પણ કરેલું છે. તો, અન્ય અનેક હવેલીઓ નિર્માંણ પામેલી છે જેમાં બારીઓ અને મિનારાઓમાં દેશ-વિદેશની આર્કીટેક્ચરી આધારિત કલાકૃતિ આકારિત કરવામાં આવી છે. નોંધનીય છેકે, કેટલીક હવેલીઓ તો એક હારબંધ, એક સમાન કલાકૃતિ, એક સમાન ડીઝાઈન અને એક સમાન કલરમાં જોવા મળે છે. આ પ્રાચીન કલાકૃતિ અને સ્થાપ્ત્યો આજના આર્કીટેક્ટોને પણ વિચારતા કરી દે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
14 Comments