કોરોનાના લોકડાઉનમાં રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝને લઈને ખૂબ ચિંતામાં હતી. પરંતુ, લોકડાઉન દરમિયાન જેટલા વેબિનાર થયા કે ઓનલાઈન ડિબેટ થઈ અથવા તો, અનેક પ્રિન્ટ મીડિયા અને ટીવી મીડિયામાં લોકડાઉન દરમિયાન થયેલી તમામ વાતોમાં સૌ કોઈ સ્પીકર્સે રીયલ એસ્ટેટ માર્કેટમાં કોરોના બાદ, બુસ્ટ અપ આવશે તેવી વાત કહેલી, તે આજ સાચી પડી રહી છે.
બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનને પણ અનેક ડેવલપર્સ, રીયલ એસ્ટેટ માર્કેટના નિષ્ણાંતોની મુલાકાતો કરી હતી. તેમાં પણ તેમણે રીયલ એસ્ટેટ માર્કેટમાં કોરોના બાદ, તેજી આવશે તેવી વાતો કરી હતી.
ઉલ્લેખનીય છેકે, આજે દિવ્ય ભાસ્કરે, આપેલા એક અહેવાલ મુજબ, અમે અહીં વાત કરી રહ્યા છેકે, કોરોનાકાળમાં બે લાખ મકાન વેચાયાં, ઓગસ્ટમાં દસ્તાવેજ નોંધણીનો 2 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. સ્ટેમ્પ ડ્યૂટીમાંથી દરરોજની સરેરાશ 25 કરોડની આવક, બે વર્ષની સરેરાશ દસ્તાવેજ નોંધણીનો આંકડો પણ ક્રોસ કરી દીધો છે. રાજ્યભરમાં જુલાઇ-ઓગસ્ટમાં જ 1.87 લાખ દસ્તાવેજો નોંધાયા છે. જુલાઈમાં જમીન-મકાનના સૌથી વધુ 1 લાખથી વધુ દસ્તાવેજ થયા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments