ગુજરાતની જીવાદોરી સમા, સરદાર સરોવર ડેમના નિર્માંણમાં વપરાયેલો કુલ ક્રોંક્રિટ અંગે જણાવ્યું છેકે, ડૉ. રાજીવ ગુપ્તાએ કહ્યું છેકે,સરદાર સરોવર ડેમના નિર્માંણમાં કુલ 6.8 મિલિયન ક્યૂબિક મીટર ક્રોંક્રિટ વપરાયો છે. જેનાથી 27 બુર્જ ખલિફા બિલ્ડિંગો નિર્માંણ કરી શકીએ. આ વાત પરથી આપણે સમજી શકીએ કે આ કેટલું મોટું અને વિશાળ એન્જીનીયરીંગ માર્વેલ છે.
નોંધનીય છેકે, ગુજરાત કેડરના સિનિયર IAS અને સરદાર સરોવર નર્મદા નિગમ બોર્ડના એમ.ડી. ડૉ. રાજીવ ગુપ્તાએ, આજે તેમના ઓફિશિયલ ટ્વીવટર એકાઉન્ટ પર સરદાર સરોવર ડેમ અંગેની વાત કરી છે, જે સરાહનીય બાબત છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments