InfrastructureNEWS

નાણાંકીય વર્ષ-2020-21માં દેશભરમાં સર્વોચ્ચ હાઈવે પ્રોજેક્ટ નિર્માંણ કરવાનું NHAI નું લક્ષ્ય

There are 23 Highway Project will be built still 2025

કોરોના મહામારી વચ્ચે પણ, ભારત સરકારના નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા, નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન દેશભરમાં અત્યાર સુધીમાં સૌથી વધારે લંબાઈ ધરાવતા હાઈ વે નિર્માંણ કરવા કટિબદ્ધ છે. છેલ્લા ત્રણમાં દેશમાં જે રોડ નિર્માંણ પામ્યા છે તેની તુલનાથી પણ વધારે લંબાઈ ધરાવતા હાઈવે નિર્માંણ કરવામાં આવશે.
એપ્રિલથી ઓગસ્ટ-2020 દરમિયાન, નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ કુલ 310 બિલિયનના ખર્ચે નિર્માંણ પામનાર કુલ 26 હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત 744 કિલોમીટરની લંબાઈ ધરાવતા હાઈવે નિર્માંણકાર્ય માટે ટેન્ડર બહાર પાડ્યાં છે. જે નાણાંકીય વર્ષ 2018-19 અને 2017-18ની તુલનામાં વધારે છે. જોકે, 310 બિલિયન પ્રોજેક્ટ કોસ્ટિંગમાં સિવિલ કંસ્ટ્રક્શન કોસ્ટ અને જમીન સંપાદનનો સમાવેશ થાય છે.

દેશભરમાં માળખાકીય સુવિદ્યાઓમાં કોઈ વિલંબ ન થાય તે માટે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ હાઈવે પ્રોજેક્ટ અંગેની ટેન્ટર પ્રક્રિયા ચાલુ રાખી છે. આ સાથે તેઓએ નિર્માંણકર્તા કૉન્ટ્રાક્ટરોને ખાતરી આપતાં જણાવ્યું છેકે,આપને સમયસર આપના કામોના પેમેન્ટ કોઈ જ વિલંબ નહી થાય.
ભારત સરકાર દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સલામતી, સરળ અને એકીકૃત મુસાફરી પુરી પાડવાની કલ્પના કરે છે. ઓથોરીટીએ, 2025 સુધીમાં દેશભરમાં 23 હાઈવે પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close