InfrastructureNEWS

એપરલ પાર્કથી શાહપુર સુધીની અપ-ડાઉન 6.5 કિ.મી.ની જોડિયા ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ

Ahemdabad Metro Rail Projects

અમદાવાદમાં નિર્માંણ પામી રહેલા મેટ્રોરેલ પ્રોજેક્ટનું 6.5 કિલોમીટરની જોડિયા ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે. જે બદલ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ કામગીરીને ભારતીય ઈજનેરોની ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે.

અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટના ફ્રેઝ-1 પૈકી 6.5કિલોમીટરની લંબાઈ ધરાવતી એપરેલ પાર્કથી શાહપુર-સાબરમતી નદી પહેલા સુધીની 5.8 મીટરના વ્યાસની એક અપ લાઈન અને એક ડાઉન લાઈનની એમ જોડિયા ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ અત્યંત વિશિષ્ટ પ્રકારની ઈજનેરી કૌશલ્ય ધરાવતી ભૂર્ગભ ટનલનું ભારતીય ઈજનેરો અને ભારતીય કંપની દ્વારા ખાસ મશીનરીનો ઉપયોગ કરીને પૂર્ણ કરવામાં આવ્યું છે.

વર્લ્ડ હેરિટેજ સીટી તરીકેની ઓળખ ધરાવતા અમદાવાદ શહેરના ગીચ વિસ્તારમાં આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે. આ ટનલની સરેરાશ ઉંડાઈ જમીનની સપાટીથી 18મીટર નીચે છે. અને કામમાં 3.3 લાખ ઘનમીટર માટી, 52,300 ઘનમીટર ક્રોકિંટ, આશરે 2 લાખ મનુષ્ય દિવસ અને 4 હજાર ક્રોકિંટ રીંગ સહાયક સિસ્ટમને ઉપયોગ કરવામાં આવ્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close