કોરોના મહામારીને કારણે સર્જાયેલી સ્થિતિથી રીયલ એસ્ટેટ સેક્ટર સહિત તેની સાથે જોડાયેલા બિઝનેસો પર માઠી અસરો પડી રહી છે.તેને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે, બુધવારે મળેલી મંત્રીમંડળની બેઠકમાં રીયલ એસ્ટેટ માર્કેટને વેગવંતું બનાવવા અને માંગમાં વધારો કરવા સ્ટેમ્પ ડ્યૂટીમાં હંગામી ધોરણે પ ટકામાંથી 2 ટકા સુધી ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારના જણાવ્યાનુસાર, નવા દર પ્રમાણે, 31 ડિસેમ્બર-2020 સુધી સ્ટેમ્પ ડ્યૂટી 3 ટકા લેવામાં આવશે. જ્યારે જાન્યુઆરી- 2021થી 31 માર્ચ 2021 સુધી તે 2 ટકા સ્ટેમ્પ ડ્યૂટી કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારનો સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવાનો નિર્ણય પ્રજા અને સહિત રીયલ એસ્ટેટ સેક્ટર માટે લાભદાયી બનશે અને 2022 સુધીમાં લોકોને ઘરનું ઘર ખરીદવામાં પ્રોત્સાહન મળશે. આ સાથે જ ભારત સરકારનું હાઉસિંગ ફોર ઓલ-2020ના અભિયાનને વેગ મળશે.
નોંધનીય છેકે, લોકડાઉન દરમિયાન, ગાહેડ-ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ અજય પટેલે બિલ્ટ ઈન્ડિયા સાથેની મુલાકાતમાં પણ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, રીયલ એસ્ટેટ સેક્ટરને વેગવંતું બનાવવા માટે ગુજરાત સરકાર પાસે સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવાની માંગ કરી હતી. આ સાથે અન્ય કેટલાક ડેવલપર્સે પણ માંગ કરી હતી. જેથી, હવે ગુજરાત સરકારે પણ ગુજરાતના રીયલ એસ્ટેટ માર્કેટને ગતિમાન બનાવવા સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરીને,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાઉસિંગ ફોર ઓલ-2022ના અભિયાનને ગતિશીલ બનાવે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments