Big StoryGuest AuthorNEWSOPINIONS

અમદાવાદમાં 70માળના બિલ્ડિંગોની સ્કાઈલાઈન માટે ફિક્સ કરવા જોઈએ કેટલાક રોડ – અરવિંદ શેલડિયા, એમડી, શેલડિયા પ્રોજેક્ટ.

Some Words of Arvind Sheladia over 70 Floors building in Ahmedabad

રીયલ એસ્ટેટ સેક્ટરમાં ડેવલપર્સ તરીકે છેલ્લા બે દાયકાથી કામ કરતા શેલડિયા પ્રોજેક્ટના એમડી અરવિંદ શેલડિયાએ, 70માળની બિલ્ડિંગો અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છેકે, રાજ્ય સરકારનો અમદાવાદ સહિત રાજ્યના પાંચ શહેરોને નવી સ્કાઈલાઈન આપવાનો નિર્ણય કર્યો તે આવકાર્ય છે પરંતુ, જો શહેરી વિકાસ સત્તામંડળો અને મહાનગરપાલિકાઓ, આવા બિલ્ડિંગોના નિર્માંણ માટે અમદાવાદમાં કેટલાક રોડ નક્કી કરે તો, દુબઈ જેવી સ્કાઈલાઈન અમદાવાદમાં નિર્માંણ થઈ શકે.

અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં 3000 ચોરસ મીટરના ઘણા પ્લોટ છે, સાયન્સ સીટી, શીલજ, બોપલ અને શેલા જેવા વિસ્તારો અને સરદાર પટેલ રીંગ રોડ પર પણ પ્લોટ છે. પરંતુ,પૂર્વ અમદાવાદમાં આ પ્રકારના બિલ્ડિંગો નિર્માંણ કરવા અઘરા છે. કંસ્ટ્રક્શન કોસ્ટ ઊંચી આવશે પરંતુ,જેને આ બિલ્ડિંગોનો ટેસ્ટ હશે તે ચોક્કસ નિર્માંણ કરશે.

વધુમાં અરવિંદ શેલડિયાએ જણાવ્યું છેકે, અમદાવાદ શહેરની લેન્ડ સેન્ડી હોવાથી, આવા બિલ્ડિંગો નિર્માંણના પાયામાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. પરંતુ, આજના ટેકનોલોજીના યુગમાં કંઈ વાંધો આવે નહીં. મુંબઈ, હૈદરાબાદ, બેગ્લુરુના મોટા ડેવલપર્સ અમદાવાદમાં પ્રોજેક્ટ નિર્માંણ કરવામાં રસ દાખવી શકે તેવી શક્યતાને નકારી ન શકાય.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close