ઔડા દ્વારા જાહેર કરાયેલા 68 ગામોમાં સમાવિષ્ઠ મુસલાણા ગામ, જે કડી સ્ટેટ હાઈવે 135 પર આવે છે. જ્યાં અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી કલબની અન્ય શાખાનું ભૂમિપૂજન 15મી ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે. ત્યારે, આવો જાણીએ કેવી બની રહી છે નવી કર્ણાવતી કલબ.
કર્ણાવતી ક્લબના સેક્રેટરી અને સત્યમેવ ગ્રુપના એમ.ડી. કેતન પટેલે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ જે કર્ણાવતી ક્લબ છે તેના કરતાં ચાર ઘણી મોટી ક્લબ નિર્માંણ પામશે. 120 વીઘા(સવા ત્રણ લાખ સ્કેવર યાર્ડ)માં નિર્માંણ પામવા જઈ રહેલી કર્ણાવતી ક્લબનું નિર્માણકાર્ય આવનારા 6 થી 8 મહિનામાં શરુ કરી દેવામાં આવશે. કુલ ત્રણ તબક્કામાં નિર્માંણકાર્ય થશે. ક્લબની ડીઝાઈન શિંગાપોરના જાણીતા મેનેટ આર્કીટેક્ટ કંપનીને આપવામાં આવી રહ્યું છેકે, જેમને શિંગાપોરમાં સેન્ટોસા પાર્ક નિર્માંણ કર્યો છે.
ક્લબ નિર્માંણના પ્રથમ તબક્કામાં, એકસાથે 6000 માણસોનો સમારોહ થઈ શકે તેવો મોટો ગાર્ડન, અમદાવાદમાં જે સુવિદ્યા આપવામાં આવે તેવી તમામ સુવિદ્યાઓ આપવામાં આવશે. ખાસ કરીને, સ્પોર્ટસ સુવિદ્યાઓ પર વધુ ભાર મૂકવામાં આવશે. જેમકે, ક્રિકેટ, વોલીબોલ, બેટમિન્ટન જેવી રમતોના મેદાનો નિર્માંણ કરવામાં આવશે. ગાર્ડન, ત્રણ સ્વિમિંગ પુલ, વીલા, સાઈકલ જોગિંગ ટ્રેક નિર્માંણ કરાશે.
અમદાવાદ સીટીની પબ્લિક અને અન્ય કલબ મેમ્બર્સને, નવરાત્રી, લગ્ન પ્રસંગે અથવા કે મોટા સમારોહમાં અમદાવાદના રીંગ રોડ આવેલા ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ કે અન્ય સ્થળો પણ ઓછા પડે છે તેવા સમયે નવી નિર્માંણ પામવા જઈ રહેલી આ ત્રણેય ક્લબો આર્શીવાદરુપ સાબિત થશે.
અહીં,ક્લબ આવવાને કારણે, આસપાસના વિસ્તારમાં વિકાસ થશે સાથે જ સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે. આ ઉપરાંત, સ્થાનિક ખેડૂતોની જમીનની કિંમતોમાં વધારો થશે. અહીં, કર્ણાવતી, રાજપથ અને સ્પોર્ટસ ત્રણેય ક્લબ એક અથવા દોઢ કિલોમીટરના અંતરે નિર્માંણ પામવા જઈ રહી છે. જેથી, સૌ લોકો અહીં, વીક એન્ડ હોમ, વીલા અને ફાર્મ હાઉસ નિર્માંણ માટે જમીન પણ ખરીદશે. આવા પરિબળોને કારણે આવનારા દિવસોમાં અહીં સારો વિકાસ થશે.
નવી કર્ણાવતી ક્લબ કડી સ્ટેટ હાઈવે પર આવેલી હોવાથી, ક્લબના નિર્માંણકાર્યમાં રોડ કે રસ્તા અંગેની હાલ કોઈ સમસ્યા દેખાતી નથી.પરંતુ,આવનારા દિવસોમાં ઔડા દ્વારા રોડ-રસ્તા અને કેટલીક બેઝિક સુવિદ્યાઓ આપવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
6 Comments