માળખાકીય વિકાસ, એ કોઈપણ રાષ્ટ્રના આર્થિક, ઔદ્યોગિક વિકાસની આધારશીલા છે. અમદાવાદ શહેરની ફરતે આવેલા 76 કિલોમીટરના સરદાર પટેલ રીંગ રોડને કારણે, તેની આસપાસ સારો માળખાકીય વિકાસ થઈ રહ્યો છે. ક્લબ, રિસોર્ટ, ફાર્મ હાઉસ અને રેસિડેન્શિયલ તથા કમર્શિયલ સેગમેન્ટના મોટા પ્રોજેક્ટ અહીં નિર્માંણ પામી રહ્યા છે.
ઔડા દ્વારા જાહેર કરાયેલા 68 ગામોમાં આવતા નવા બે રીંગ રોડ અંગેની ચર્ચા રીયલ એસ્ટેટ સેક્ટરમાં ખૂબ મોટા સ્તરે થઈ રહી છે. 68 ગામમાં આવતા અઢાણા, ચેખલા, મુલસાણા, વાયણા, જેઠલજમાં હાલ અનેક ડેવલપર્સની પ્લોટિંગ સ્કીમ ચાલી રહી છે. આ સાથે અમદાવાદની જાણીતી કર્ણાવતી ક્લબ મુલસાણાથી 800 મીટરના અંતરે આવેલા કડી સ્ટેટ હાઈવે -135 પર 126 વીઘામાં નિર્માંણ પામવા જઈ રહી છે. જેના પગલે,તેની આસપાસની જમીનોની કિંમતમાં વધારો થશે તેવી સંભાવના છે. તો, વાયણા ગામની નજીક નિર્માંણ પામેલા અદાણી ગ્રુપના ધ અધર સાઈડમાં 50 વીઘામાં સ્પોર્ટસ્ ક્લબ નિર્માંણ પામવા જઈ રહી છે, તો બીજી તરફ રાજપથ કલબ પણ ચેખલા નજીક નિર્માંણ પામવા જઈ રહી છે.
અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી, રાજપથ અને સ્પોટર્સ ક્લબોની બીજી શાખા કડી રોડ પર આવેલા ગામો ચેખલા, વાયણા અને મુલસાણામાં નિર્માંણ પામવા જઈ રહી છે. કર્ણાવતી કલબ અહીં અંદાજિત દોઢ વર્ષ પહેલાં શુભારંભ કર્યો હતો પરંતુ તેનું ભૂમિપૂજન 15 ઓગસ્ટ-2020માં થયું છે. જ્યારે સ્પોટર્સ ક્લબનો શુભારંભ આઠ મહિના કરાયો હતો. તો, રાજપથ કલબનો શુભારંભ પહેલાં જ કરાયો હતો. આ રીતે, હવે આવનારા સમયમાં આ ત્રણેય કલબોનું નિર્માંણકાર્ય શરુ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે. આ વિસ્તારોમાં કલબ કલ્ચર આવવાથી, અહીના તમામ ગામોની જમીનોની કિંમતમાં વધારો થવાનું શરુ થઈ ગયું છે.
વયાણા, ચેખલા અને મુલસાણામાં આ ત્રણેય કલબસ્ આવવાને કારણે, હાલ રોકાણકારો, ડેવલપર્સ અને અન્ય બિઝનેસમેનો પણ આ વિસ્તારોમાં જમીનની ખરીદી કરી રહ્યા છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, અહીં જમીનમાં રોકાણ કરવાથી આવનારા સમયમાં મોટું વળતર મળી શકે તેમ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
6 Comments