InfrastructureNEWS
દેશમાં બનશે મલ્ટી મોડેલ કનેક્ટીવીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, 100 લાખ કરોડની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, દેશને કોરોના મહામારી વચ્ચે આર્થિક મજબૂત અને વેગવંતો બનાવવા, ભારત સરકાર નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન પ્રોજેક્ટ માટે 100 લાખ કરોડ રુપિયાની જાહેરાત કરે છે. જેમાં નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગેના કુલ 7000 પ્રોજેક્ટનો સમાવેશ થશે.
રાજધાની નવી દિલ્હી ખાતે લાલ કિલ્લાની પ્રાચી પરથી, રાષ્ટ્ર સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતને આધુનિક તરફ આગળ વધારવા એકંદર માળખાગત વિકાસને નવી દિશા આપવા નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈનપાઈન પ્રોજેક્ટની અનિવાર્યતા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશમાં માળખાગત ખામીઓને દૂર કરવાનો સમય આવી ગયો છે અને સમગ્ર દેશને મલ્ટી મોડેલ કનેક્ટીવીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવાનો યુગ શરુ થયો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments