DevelopersINTERVIEW

માર્કેટમાં 60-70ટકા શરુ થઈ ચૂક્યો છે ઈક્વાયરી ફ્લો – યશ બહ્મભટ્ટ, એમડી, શિલ્પ ગ્રુપ

અનલોક બાદના રીયલ એસ્ટેટ માર્કેટ અંગે અમદાવાદના જાણીતા શિલ્પ ગ્રુપના એમડી યશ બ્રહ્મભટ્ટે, રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અનલોક-1 બાદ, માર્કેટમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે. હાલ દરેક વ્યકિતના ચહેરા પર એક પ્રકારની ચમક દેખાઈ રહી છે. આ ચમક જ રીયલ એસ્ટેટ સેક્ટર સહિત વ્યાપર જગતના ક્ષેત્રોને બુસ્ટ અપ આપી રહી છે. 

અનલોક બાદ, લોકો પોતાના ઘરોમાંથી બહાર આવ્યા અને હાશકારો લીધો, તે સાથે કમર્શિયલ કોપ્લેક્ષો ખૂલ્યા અને ખાનગી કંપનીઓમાં નોકરી કરતો મોટો નોકરીયાત વર્ગ એકસાથે કામમાં જોડાયા ગયા. આ સાથે જ રીયલ એસ્ટેટમાં એક ઉત્સાહ જોવા મળ્યો. સાથે સાથે પોતાના સ્વપ્નનું ઘર ખરીદવા બહાર આવ્યા. હાલ અમારા ગ્રુપ સહિત અનેક ગ્રુપોને દરરોજની ઘણી ઈક્વાયરીઓ મળી રહી છે અને બુકિંગ પણ થઈ રહ્યાં છે. એક અંદાજ મુજબ, હાલ માર્કેટમાં 60-70 ટકા ઈક્વાયરી ફ્લો શરુ થઈ ચૂક્યો છે.

નાણાંકીય વર્ષ-2020-21ના પ્રથમ ક્વાર્ટર તો ખાલી જ ગયું છે. પરંતુ, બીજા ક્વાર્ટરની શરુઆત જુલાઈમાં રેસિડેન્શિયલ અને કમર્શિયલ બંને પ્રોજેક્ટ માટે ઈન્કવાયરીઓ મળી રહી છે. જોકે, કમર્શિયલમાં હજુ ઓછી લેવાલી છે. પણ રેસિડેન્શિયલ સેગમેન્ટમાં ખરેખર સારી ઈક્વાયરીઓ મળી રહી છે અને બુકિંગ પણ સારાં થઈ રહ્યાં છે. કારણ કે, દરેક વ્યકિત સુંદર અને મોટું ઘર ખરીદવા માંગે છે. હાલના માર્કેટ પ્રવાહને જોતાં, એવું લાગી રહ્યું છેકે, ગત વર્ષ કરતાં પણ ચાલુ વર્ષમાં વેચાણ સારુ થશે. 

કમર્શિયલ સેગમેન્ટની વાત કરીએ તો, લોકડાઉન દરમિયાન અમને કોઈ જ ઈન્વાયરી મળી જ નથી. પરંતુ, જુલાઈ મહિનાથી, કમર્શિયલમાં ઈક્વાયરીઓ મળી રહી છે. લોકડાઉન પહેલાં, નાના અને મધ્યમ વર્ગના રોકાણકારો કે બલ્કર ઈન્વેસ્ટર્સે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પ્લાનિંગ કર્યું હશે, પરંતુ, લોકડાઉનને કારણે, તેઓએ તેના પર અલ્પવિરામ મૂક્યું હશે, પણ હવે આ દરેક રોકાણકારો રોકાણ માટે પ્રોજેક્ટની મુલાકાત કરી રહ્યા છે અને તેવું યશ બ્રહ્મભટ્ટ જણાવી રહ્યા છે. 

રીયલ એસ્ટેટ સેક્ટરને સૌથી સલામત રોકાણનો વિકલ્પ પર પોતાની અસરકારક પરિભાષા આપતાં, યસ બ્રહ્મભટ્ટ જણાવી રહ્યા છેકે, શેરબજાર કે ગોલ્ડના રોકાણમાં રોજનું ફ્લક્ચ્યૂએશન જોવા મળે છે પરંતુ, પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટમાં કોઈ જ પ્રકારનું ફ્લક્ચ્યૂએશન જોવા મળતું નથી.  ત્રણ કે ચારના લાંબાગાળાના રોકાણમાં આપને સારામાં સારુ વળતર માત્ર રીયલ એસ્ટેટ સેક્ટરમાં જ મળે છે. જેથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે, પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ એ સર્વોચ્ચ અને સલામત રોકાણ વિકલ્પ છે.

કોરોના મહામારી એ કાયમી સમસ્યા નથી. જેથી, તે સમયની સાથે દૂર થઈ જશે. મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતાના જણાવ્યાનુસાર, કોરોનાની વેક્સિન નવેમ્બર કે ડિસેમ્બર સુધીમાં આવી જશે, ત્યારે, જે લોકોએ લોકડાઉન દરમિયાન પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ કે મકાન ખરીદવાનું પ્લાનિંગ કર્યું હશે તે તમામ લોકો એકીસાથે બજારમાં આવશે મોટા પ્રમાણમાં માર્કેટમાં બુસ્ટ અપ જોવા મળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close