આજે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે, બનાસકાંઠામાં 598.42 કરોડના વિકાસનાં કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું
આજે બનાસકાંઠામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 598.42 કરોડના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવેલા ત્રણ ચારમાર્ગીય હાઇવે રોડ સહિત કુલ 16 વિકાસના કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું છે. યાત્રાધામ અંબાજીને સાંકળતા માર્ગને ચારમાર્ગીય દાંતાથી પાલનપુર દાંતાથી સતલાસણા તરફનો અને અંબાજીથી હિંમતનગર તરફ 23 કિલોમીટર સુધીનો ચારમાર્ગીય રસ્તો બનાવાની કામગીરી પૂર્ણ થતા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આજે દાંત ખાતે પહોંચી વિધિવધ પૂજા કરી માર્ગોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ યાત્રાધામ અંબાજી ખાતે પણ એક ચારમાર્ગીય રોડનું લોકાર્પણ કર્યું હતું. જેથી હવે ટ્રાફિક સુચારુ અને પદયાત્રીઓને સરળતા રહેશે.
તો,આ સાથે બનાસકાંઠા જિલ્લામાં બે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પાંચ પી.એચ.સી.અને બે સરકારી વિશ્રામગૃહોનું પણ લોકાર્પણ કર્યું હતું. આ સમયે, નીતિન પટેલે જણાવ્યું હતું કે આજે કુલ 598 કરોડના કામોનું વિધિવધ લોકાર્પણ કરી દેવાયું છે, જેમાં 70 ટકા જેટલા કામો પૂર્ણ કરવામાં આવેલ છે.
નોંધનીય છેકે, આ પ્રસંગે આગામી ભાદરવી પૂનમનો મેળો આવી રહ્યો છે, જે મુલતવી રાખવા સરકારે જાહેરાત કરી છે. પરંતુ, અંબાજી મંદિર ખુલ્લું રાખવું કે કેમ તે અંગે જિલ્લા કલેકટર નિણઁય લેશે તેમ નિતીન પટેલે જણાવ્યુ હતુ
ટીમ બિલ્ટ ઈન્ડિયા
6 Comments