Big StoryNEWS

રાજ્યની હોસ્પિટલો અને કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીનું પાલન કરવા રુપાણીની શહેરી વિકાસ વિભાગને તાકીદ

અમદાવાદની શ્રેય હોસ્પિટલ આગ દુર્ઘટનાને મુખ્યમંત્રી વિજય રુપાણીએ દુ:ખ જ ઘટના ગણાવી છે. આ ઘટનાને પગલે રુપાણીએ તાત્કાલિક ધોરણે રાજ્યની તમામ હોસ્પિટલો અને કમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીનું પાલન કરવા શહેરી વિકાસ વિભાગને તાકીદ કરી છે. રાજ્યના તમામ શહેરો–નગરોમાં આવેલી હોસ્પિટલો અને કમર્શિયલ કોમ્પ્લેક્ષ અને મકાનોમાં ફાયર સેફ્ટીના તમામ નિયમોનું પાલન થાય તે માટે તાકીદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, રાજ્યની મહાનગર પાલિકાઓ-નગરપાલિકાઓના વિકાસ કામોના ચેક વિતરણની વીડિયો કોન્ફરન્સમાં દરમિયાન તેઓએ આ વાત કરી હતી.

સ્થળ ચેકિંગની મહાનગરો-નગરોના સત્તાતંત્રોને સૂચના

તાત્કાલિક સ્થળ ચેકિંગ-તપાસ કરવા અને પૂરતી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની પણ સૂચનાઓ મહાનગરો-નગરોના સત્તાતંત્રોને આપી છે. જે વ્યવસ્થાઓ ખૂટતી હોય ત્યાં ફાયર સેફ્ટી સહિતની વ્યવસ્થાઓ સત્વરે ઊભી કરાવવા પણ શહેરી વિકાસ વિભાગ કાર્યવાહી કરે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

ભવિષ્યમાં આગની ઘટના ન બને તેની પૂરતી કાળજી રાખવા તાકીદ અમદાવાદમાં હોસ્પિટલમાં આગ લાગવાની જે ઘટના બની તેવી કોઇ પણ ઘટના ભવિષ્યમાં ક્યાંય કોઈ બેદરકારીને કારણે કે જરૂરી વ્યવસ્થાના અભાવને કારણે બને નહીં તેની પૂરતી કાળજી લેવાય તેવી સૂચનાઓ પણ આપી છે. માનવજીવન અમૂલ્ય છે તેમ જણાવી મુખ્યમંત્રીએ આવી દુર્ઘટનાઓમાં નિર્દોષ લોકોને જાન ગુમાવવા વારો ન આવે તેવી સ્થિતિના નિર્માણ માટે તાકિદ કરી છે.

Show More

Related Articles

Back to top button
Close