વડસર તળાવનો રૂ. 5 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે
Vadsar Lake will be developed at a cost of Rs 5 crore

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામના તળાવને રૂપિયા પાંચ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે. જેમાં તળાવને પાણીથી ભરચક રાખવા માટે પાણીના જુના આવરા શરૂ કરવામાં આવશે. ઉપરાંત તળાવને ફરતે વોક-વે, બાંકડા, મીયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરીને સમગ્ર વિસ્તારને હરીયાળો બનાવવામાં આવશે.
ગાંધીનગર જિલ્લાના પાંચ તળાવોને બ્યુટીફિકેશન કરીને નવો ઓપ આપવામાં આવનાર છે. જેના માટે ચાર અધિકારીઓને તળાવના બ્યુટીફિકેશનની કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાન્હવી પેટેલે જણાવ્યું છે કે કલોલ તાલુકાના વડસર ગામના તળાવનું રૂપિયા 5 કરોડના ખર્ચે બ્યુટીફિકેશ કરવામાં આવનાર છે. તેમાં તળાવના અંદાજે દસ એકરના વિસ્તાર છે. આથી વરસાદી પાણીના કુદરતી નિકાલ અને વેટલેન્ડની સ્થાપવાથી નાના જળસંગ્રહકોને લાભદાયક રહેશે.
જોકે વડસર તળાવ ઓવરફ્લો થાય તો તેનું પાણી ભોંયણમોટીના તળાવમાં જાય છે. જો ભોંયણમોટી તળાવ ઓવરફ્લો થાય તે પાણી થોરના તળાવમાં જાય છે. આથી વડસર તળાવએ થોળ સરોવરના આસપાસના નાના જળાશયોના નેટવર્કનો એક ભાગ છે. વડસર તળાવમાં પ્રદેશના પર્યાવરણીય અપગ્રેડેશન માટે ઇકો સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે કુદરતી વસવાટની જાળવણી કરાશે.
પાણીની મુક્ત અવર જવર અને અવરોધો દુર કરવા, સ્થાનિકો અને સરકારી એજન્સીઓની મદદથી તળાવના તમામ કેચમેન્ટ ઝોન અને ઇનફ્લો પોઇન્ટ ખોલાશે. નવા રસ્તાની ડિઝાઇન વડસર તળાવના ઓવરફ્લોને ધ્યાનમાં રાખીને કરાશે. જેનાથી નજીકના જળાશયો સાથે જળસ્ત્રાવ જોડાય. તળાવ વિસ્તારના ઓવરફ્લો પોઇન્ટ ઉપર અસરકારક ભૂગર્ભ જળ રિચાર્જની વ્યવસ્થા કરાશે. પાણીને પકડી રાખવા માટે તળાવની નીચેની સપાટીની પુનસ્થાપન અને જાળવણી કરાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
16 Comments