આરબીઆઈએ નેશનલ હાઉસિંગ બેંકને 5 હજાર કરોડની એડિશનલ લિકવીડીટી પુરી પાડી.
વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નેશલન હાઉસિંગને એડિશનલ લિક્વીટીડી રુપિયા 5 હજાર કરોડનો સહાય કરી છે. ઉલ્લેખનીય છેકે, રીઝર્વ બેંકે પહેલાં પણ, નેશનલ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓને રુપિયા 10 હજાર કરોડ આપ્યા છે. રીઝર્વ બેંકે આ રકમ એક વર્ષ માટે આપશે.
રીઝર્વ બેંકના ગર્વનર શશીકાંત દાસે જણાવ્યું હતું કે, નેશનલ હાઉસિંગ અન્ય હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓને ધીરાણ કરે છે. જેથી, હાલની સ્થિતિમાં હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ લિક્વીટીડીની ખેંચ અનુભવી રહી છે.તેને ધ્યાનમાં રાખીને, નેશનલ હાઉસિંગ બેંકને આટલી માતબાર રકમની સહાય કરવામાં આવી છે.
નાણાંકીય વર્ષ 2020-21માં વાસ્તવિક જીડીપીમાં નકારાત્મક અંદાજ હોવાના અહેવાલ છે. તેમજ કોવિડ-19ને કારણે હાઉસિંગ ફાઈનાન્સ કરતી તમામ કંપનીઓમાં નાણાંની ભીડ પડી રહી છે. જે આવનારા દિવસોમાં દેવામાં ન ડૂબ તેવા ઉમદા હેતુસર રીઝર્વ બેંકે આ સહાય કરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
11 Comments