આજે અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય રામમંદિરનું ભૂમિ પૂજન કર્યું છે. જેમાં તેમણે, કુલ 9 આધારશીલોનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કર્યું હતું. તે દરમિયાન, અયોધ્યામાં હનુમાનગઢી મંદિરમાં હનુમાન અને રામલલ્લાનું પૂજન અને દર્શન કર્યું હતાં. ભૂમિ પૂજન બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલ્લાનાં દંડવત્ વંદન કરીને, રામલલ્લા પ્રત્યેની ભાવના વ્યક્ત કરી હતી.
મીડીયાના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ મંદિરનું નિર્માંણ આવનારા ત્રણ વર્ષ સુધીમાં કરવામાં આવશે. એવું પણ માનવામાં આવી રહ્યું છેકે, મંદિર નિર્માંણમાં કેટલાક હિસ્સાનું કામ લાર્સન એન્ડ ટૂર્બોને સોપવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments